Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દ્વારકા જિલ્લાની ચૂંટણી પરિણામ સંદર્ભે શરત બજાર ગરમ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.પ : દ્વારકા તથા ખંભાળિયા બેઠક માટે મતદાન પુરૂ થયાના બીજા જ દિવસની શરત બજાર ગરમ બન્‍યુ છે તથા શું લાગે છે ? તો સવાલ સાથે મળતા લોકો એકબીજાના અભિપ્રાયો આપી રહયા છે.

શરત બજાર તથા સટોડીયાનું માનીયે તો ખંભાળિયા તથા દ્વારકા બંન્‍ને બેઠક પર ત્રિપાંખિયો જંગ તો છે જે પણ કયાંય આપ પાર્ટીના ઉમેદવાર આગળ  હોય તેવું બુકીઓના મતે નથી.

જો કે ખંભાળિયા તથા દ્વારકા બેઠક પર મુખ્‍ય સ્‍પર્ધા ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જ છે. પણ અહીં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ થયો હોય કોણ કોના મત તોડે અને કોણ કયાં ક૫ાય તે પણ મહત્‍વનો મુદો આ ચુંટણીમાં સાબિત થાય તેમ હોય લોકો ૮-૧રના ઇંતેજારની સાથે શરતોના બજારમાં પણ કયાંક કયાંક જોડાયા છે.

(12:10 pm IST)