Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દ્વારકા જિલ્લામાં ખાતાકીય ઓડીટમાં વસૂલાતની રકમ ભરવા જિ.શિ.નો આદેશ

રકમ ચલણથી ભરી પત્રકો રજુ કરવા

ખંભાળિયા તા.પ :  દ્વારકા જિલ્લાની ગ્રાંટેડ શાળાઓને તાજેતરમાં થયેલા ખાતાકીય ઓડીટમાં વસુલાત રીકવરી થઇ હોય આ અંગે જિ. શિ. દ્વારા આદેશ કરીને વસુલાતની રકમ ભરવા તથા પત્રકો સાથે ફાઇલ રજુ કરવા જણાવ્‍યું છે.

જે શાળાઓને ર૦ ટકાથી ઓછુ પરિણામ છે તથા  જિલ્લાની ગ્રાંટ શુન્‍ય છે. તેવી શાળાઓએ ર૦૧૪-૧૪થી ૧૮-૧૯ સુધીની ખાતાકીય ઓડીટની રકમ ચલણથી ભરવા જણાવાયું છે.  શિક્ષણ ગ્રાંટ જે શાળાઓને મળવાપાત્ર છે.તેમને ગ્રાંટ ફાળવણી વખતે ગ્રાંટ કાપ આવશે તેમણે ચલણ ભરવુ નહી વાંધા હેઠળ રકમ ખાતાકીય ઓડીટમાં હોય તો તેમણે પણ આ અંગે નિયત નમુનામાં દરખાસ્‍ત રજુ કરવા જણાવ્‍યુ઼ છે.

(12:05 pm IST)