Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઉપલેટામાં સ્વામીનારાયણ મુખ્ય મંદિરના શ્રીમદ સત્સંગ જીવન પારાયણ તથા શાકોત્સવ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૪ : ઉપલેટાએ સ્વામીનારાયણ ભગવાનની પ્રસાદીનું ધામ છે અહિં ભગવાન ઘનશ્યામ મહારાજ સોળ સોળ વખત પધારી અનેક ભકતોને પોતાની સેવાનું સુખ આપેલ છે વડતાલ ગાદીપીઠાધીપતી પરમ પૂજય ૧૦૦૮ આચાર્ય રાકેશપપ્રસાદ મહારાજના આર્શિવાદથી મંદિરના સાતમા પાટોત્સવ નિમીતે આગામી તા. ૧૪  થી તા. ૨૦  સુધી  દ્વારાકાધીશ સોસાયટી સામે આવેલ  સ્વામીનારાયણ મંદિર ખાતે શ્રી મદ સત્સંગ જીવન સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવેલ છે આ કથાના વકતા તરીકે સરધારવાસી પ.પૂ નિત્યસ્વરૃપદાસજી સ્વામીની આશાથી નવયુવાન એવા પ.પૂ. શ્રી પુર્ણસ્વરૃપદાસજીસ્વામી તેમની મધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારના ૮:૩૦ થી ૧૧:૩૦ અને બપોરના ૩ થી ૬ સુધીનો રહેશે.

પોથીયાત્રા તા. ૧૪ના બુધવારે સવારે ૮ વાગ્યે એલ્વીશકુમાર પ્રવિણભાઇ ડેડાણીયાના કોલકી રોડ લાતી પ્લોટ ઉપલેટાથી નિકળશે તેમજ જળયાત્રા મહિલા મંદિર, લાતી પ્લોટ ખાતેથી નિકળશે તા. ૧૫  શ્રી ધનશ્યામ જન્મોત્સવ, અભિષેક તા. ૧૫ ગુરૃવારે સવારે ૬ થી ૭ વાગ્યે તથા અન્નકોટ તા. ૧૫ સવારે ૮ વાગ્યે અને શાકોત્સવ તા. ૨૦ મંગળવારે બપોર ના ૧૧ થી ૧ સુધી અહિંના એપલગ્રીનપ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. આ કથા દરમ્યાન સંતો પધારી આશિવચનનો લાભ આપશે તો આ કથામાં   ભાઈ બહેનોને પધારવા મંદિરના કો.શા. ધમેનંદનદારજી સ્વામી તથા ટ્રસ્ટી મંડળ દ્વારા  નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(12:42 pm IST)