Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વાંકાનેરમાં મોઢ બ્રહ્મસમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.૪ : વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા ચા.મ. કોઢ બ્રામણ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ ભાટીયા સોસાયટી ખાતે આવેલ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જ્ઞાતિના તમામ તેજસ્વી તારલાઓનું સન્માન તથા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા. ત્યારબાદ ૮૦ વર્ષથી ઉપરના તમામ વડીલોનું ''વડીલ વંદના'' ઁનામ અપાયુંૅ હતું. તમામ વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં રેલ્વેમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી ચુકેલ પ્રેમશંકરભાઇ ગંગારામભાઇ જોષી, નિવૃત પોસ્ટ માસ્તર ભાઇ શંકરભાઇ આર. પંડ્યા ખાસ ઉપસ્થિત રહી વડીલ તરીકે તેમના જીવનના અનુભવોનું તથા જ્ઞાતિની પ્રગતિ થાય તે મુદ્દે સમાજને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જ્ઞાતિના ઉપસ્થીત ભાઇઓ-બહેનો બાળકો સહીત એકબીજાને નવા વર્ષની શુભકામના આપવામાં આવેલ ત્યારબાદ જ્ઞાતિ ભોજન સૌ ઉપસ્થીત સમાજના લોકોએ જ્ઞાતિ ભોજન સાથે લેવામાં આવ્યું હતું.

(11:59 am IST)