Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

૫ડધરીના દહીંસરડામાં ૧૬ વર્ષની છાત્રા સંગીતાનું ચક્કર આવ્‍યા બાદ મોત

મોતનું કારણ જાણવા રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

રાજકોટ તા. ૫: પડધરીના દહીંસરડામાં રહેતી સોળ વર્ષની છાત્રાનું ચક્કર આવતાં પડી ગયા બાદ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

દહીંસરડા રહેતી સંગીતા દિલીપભાઇ ટોયટા (ઉ.વ.૧૬) ગઇકાલે ઘરે હતી ત્‍યારે એકાએક ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ જતાં પડધરી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્‍યું હતું. પોલીસને જાણ થતાં મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને રાજકોટ ખસેડવા તજવીજ કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર સંગીતા એક ભાઇ અને બે બહેનમાં નાની હતી અને ધોરણ-૧૧માં ભણતી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. દિકરીના ઓચીંતા મૃત્‍યુથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:56 am IST)