Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દ્વારકા જિલ્લાની બન્‍ને બેઠકો પર બે વિસ્‍તારો મુખ્‍ય નિર્ણાયક થશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.પ : દેવભુમી દ્વારકા જિલ્લાની મહત્‍વની બે બેઠકો ખંભાળિયા તથા ભાણવડમાં બે વિસ્‍તારોમાં આ બંન્‍ને સીટોનું ભાવિ નકકી કરે તેવું છે.ખંભાળિયા બેઠક પર ભાણવડ વિસ્‍તારના ગ્રામ્‍ય તથા ભાણવડશહેર મહત્‍વના ગણાય છે. જેમાં જે આગળએ તે વિજેતા તરફ જાય  તો આ વખતે કોંગ્રેસને જંગી લીડ  દર વખતે આપનાર સલાયા તથા વાડીનાર વિસ્‍તારમાં પણ આપ દ્વારા તાગ મળે તેવું હોય આ વ્‍સ્‍તિારો તથા ભાજપનો ગઢ ગણાતા સતવારા જ્ઞાતિના પ્રભુત્‍વવાળા ખંભાળિયા વિસ્‍તારના વાડી વિસ્‍તારો મહત્‍વના થશે.

દ્વારકા બેઠક પર કલ્‍યાણપુર તાલુકો ગ્રામ્‍ય તથા જામરાવલ મહત્‍વના સાબિત થશે.

ઓખા વિસ્‍તારમાં મુસ્‍લીમ વિસ્‍તારોમાં કોંગ્રેસને લીડ મળે તેમ છે. તો દ્વારકા શહેર તાલુકામાં ભાજપને લીડ મળે તેમ હોય કલ્‍યાણપુર  તાલુકો દ્વારકા બેઠક માટે મહત્‍વનો સાબિત થશે તથા નિર્ણાયક પણ થશે.

(12:37 pm IST)