Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જન્મદિવસે જ માળીયા હાટીનાના વણિક યુવાન જેનીસ કોઠારીનું ભંડુરી પાસે અકસ્માતમાં મૃત્યુ

 (મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના,તા.૫ : વણિક અવનીશકુમાર મગનલાલ કોઠારી ના પુત્ર જેનિસ ઉંમર વર્ષ ૨૧નું ગઈકાલે રાત્રે  બે વાગે ભંડુરી પાસે અકસ્માતમાં મૃત્યુ થયેલ છે

 જેનીશ કોઠારી નો  ગઈકાલે જન્મદિવસ હતો એટલે તેમના મિત્રો સાથે રાત્રે ગળું  સેર બાગ ખાતે હોટેલમાં મિત્રો ને લઇને  ટુ વ્હીલ બુલેટ લઈને જમવા ગયા હતા .જન્મ દિવસની ખુશાલીમાં હોટેલ માં જમીને જેનિસ તેમના મિત્રો સાથે મોડી રાત્રે માળીયા હાટીના   બુલેટમાં ત્રણ મિત્રો  પરત આવતા હતા ત્યારે ભંડુરી ગામ પાસે પાછળ થી પુર ઝડપે આવતા એક બોલેરો જેવા વાહને જોરદાર ઠોકર મારતાં બુલેટ ફગી ગયું હતું અને જેનીશને માથામાં હેમરેજ થઈ ગયું હતું    આ બનાવની જાણ માળીયાના લોક સેવક જીવાભાઈ સિસોદિયાને થતાં તે તાત્કાલિક  આવીને જેનીશને  સારવાર માટે તેમના મિત્રો સાથે  માળીયા સરકારી દવાખાનાને લઇ ગયા હતા અને ત્યાં થી વધુ સારવાર માટે લોક સેવક જીવા ભાઈ સિસોદિયા  કેશોદ દવાખાને લઇ જતા માર્ગમાં જ જેનીશનું મૃત્યુ થયું હતું. જેનીશ પાછળ બેઠો હતો. સદનસીબે તેમના મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે.

આ બનાવની કરૃણતા તો એ છે કે જેનિસ પોતા ના માતા-પિતાનો એકનો એક દીકરો હતો વળી ગામ માં મળતાવડો અને સેવા ભાભી પણ હતો સેવાના કાર્યોમાં જેનીશ આગળ પડતો ભાગ લેતો હતો ગામમાં સારામાં સારી લોક ચાહના મેળવી છે

 આ બનાવ થી ગામ માં અરેરાટી મચી ગઇ છે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક ના એક પુત્ર નું મોત થતાં કુટુંબી જનોમાં હૈયાફાટ રૃદન થઇરહ્યું છે.

(11:53 am IST)