Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજથી સોમવારથી ડુંગળીની હરાજીનો પ્રારંભ

(કિશોર રાઠો દ્વારા) ધોરાજી, તા.૫: માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણીએ યાદીમાં જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને યાડના ચેરમેન અને ડિરેકટર શ્રી ની મીટીંગ યોજાઇ હતી જેમાં ખેડૂતોની માગણી હતી કે ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની જાહેર હરાજી કરવામાં આવે જે માગણી ને ધ્યાનમાં રાખી આજ તારીખ ૫ ને સોમવારના રોજ ડુંગળીની જાહેર હરાજી શરૃ કરવામાં આવશે.

ખેડૂતો પોતાની ડુંગળી સોમવારે તારીખ ૫ ના રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર હરાજીમાં ભાગ લેવા પધારે અને સોમવારથી રાબેતા મુજબ દરરોજ ડુંગળીની જાહેર હરાજી થશે જેથી ખેડૂતો પોતાની ડુંગળી સારા ભાવ મેળવવા બાબતે વ્યવસ્થિત કરીને લાવે તેમ ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ યાદીમાં જણાવેલું છે.

(11:47 am IST)