Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોરબી: ખાખરેચી દરવાજા પાસે દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં એસ.ઓ.જી. પોલીસે ખાખરેચી દરવાજા પાસેથી એક શખ્સની દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને બાતમી મળી હતી કે,ખાખરેચી દરવાજેથી બેઠાપુલ બાજુ પાસેથી એક ઇસમ પીસ્તોલ તથા કાર્ટીઝ સાથે નિકળનાર છે. આ બાતમીને આધારે એમ.એસ.અંસારી, પો.સબ ઇન્સ., એસ.ઓ.જી., મોરબી તથા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તેઓને સમગ્ર હકીકત જણાવવામાં આવી અને એસ.ઓ.જી. પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં મોરબીની મેમણશેરીમાં રહેતો આરોપી મકબુલ ઇસ્માઇલભાઇ પીંજારા રૂ.૧૦,૦૦૦ની કિમતની દેશી બનાવટની પિસ્તોલ અને રૂ.૨૦૦ની કિમતના બે જીવતા કાર્ટિસ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૂ.૧૦,૨૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી મકબુલ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

આ કામગીરીમાં એમ.પી.પંડ્યા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ ઇન્સ, એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા, એસ.ઓ.જી., મોરબી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા.

(1:11 pm IST)