Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ કાગવડ ખાતે આગામી 2022માં 5 મો પાટોત્સવ ઉજવવા બાબતે વિશાળ સભા મળી

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું ઉષ્માભર્યુ સ્વાગત: નરેશભાઈ પટેલે માર્મિક ટકોર દ્વારા જણાવેલ લેઉવા પટેલ સમાજ તમામ ધંધામાં પ્રગતિ કરી શકે ત્યારે ક્લાર્કથી માંડીને કલેકટર સુધી લેઉવા પટેલ સમાજનો યુવાન હોવો જોઈએ.?: આગામી 2022 ની ચૂંટણી બાબતે લેઉવા પટેલ સમાજના યુવાનોને આગળ આવવાનો ભાર મૂકી નરેશ પટેલે જણાવેલ કે રાજકીય ક્ષેત્રે કંઈ પણ સલાહ લેવી હોય તો ખોડલધામના દરવાજા ખુલ્લા છે..?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા આમંત્રણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશભાઇ પટેલ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ધોરાજી ખોડલધામ સમિતિના પ્રમુખ વિમલભાઈ કોયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ખોડલધામ સમિતિના 2022 ના પાંચ મો પાટોત્સવ ઉજવવા બાબતે ખોડલધામ કાગવડ ના પ્રમુખ નરેશભાઇ પટેલ એ જણાવેલ કે ખોડલધામ લેઉવા પટેલ સમાજ માટે ગૌરવ નું ધામ બન્યું છે અને માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં વિશાળ ખોડલધામ સાકાર થયું છે તેમાં આપ સૌનો ફાળો છે અને આપ સૌના સહકારથી ખોડલધામ વિશ્વસનીય બન્યું છે
2022 એટલે ખોડલધામ કાગવડ નો 5 મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવાનો છે એ માટે હું આજે ધોરાજી ખાતે આવ્યો છું અને ધોરાજી ખોડલધામ સમિતિ અમારા માટે તો 108 સન્માન સમિતિ છે કારણ કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વિમલભાઈ કોયાણીની ટીમ અમારી સાથે ખભે ખભા મિલાવી સાથ આપે છે તે બદલ ધોરાજી ખોડલધામ સમિતિને ખુબ ધન્યવાદ આપું છું  કારણ કે અમારી સંકટ સમયની સાંકળ ધોરાજી છે આ સાથે પાંચમાં પાટોત્સવની પણ ધોરાજીને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે
 નરેશભાઈ પટેલે માર્મિક ટકોર દ્વારા જણાવેલ  કેલેઉવા પટેલ સમાજ તમામ ધંધામાં પ્રગતિ કરી શકે ત્યારે ક્લાર્ક થી માંડીને કલેકટર સુધી લેઉવા પટેલ સમાજનો યુવાન હોવો જોઈએ .? જે બાબતે વિદ્યાર્થી ભાઇ-બહેનોએ આગળ આવવા ખાસ ભાર મૂક્યો હતો
વધુમાં નરેશભાઇ પટેલે જણાવેલ કે આગામી 2022 ની ચૂંટણી  બાબતે લેઉવા પટેલ સમાજના યુવાનોને આગળ આવે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસના બંને આગેવાનોએ એક સ્ટેજ ઉપર બેઠા છે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ભાજપના આગેવાન છેજ્યારે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા કોંગ્રેસના આગેવાન છે પરંતુ ખોડલધામ ના સ્ટેજ ઉપર માત્ર લેઉવા પટેલ સમાજના જ આવ્યાં છે ત્યારે તેમની પાસેથી યુવાનો રાજકીય ક્ષેત્રે સલાહ લઇ શકે છે અને વધુ રાજકીય ક્ષેત્રે કંઈપણ સલાહ લેવી હોય તો ખોડલધામ ના દરવાજા ખુલ્લા છે......?
આ પ્રકારે ધોરાજીના પટેલ સમાજના આગેવાનોને રાજકીય ક્ષેત્રે પણ આગળ આવવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો
આ સાથે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ ધોરાજી ખોડલધામ સમિતિના આમંત્રણને માન આપી પધારેલા લેઉવા પટેલ સમાજના લોકોને જણાવેલ કે ખોડલધામ કાગવડ ખાતે આગામી 2022 ના પાંચમો પાટોત્સવ પ્રસંગે સૌથી મોટી સંખ્યામાં ધોરાજી ઉપલેટાના લેવા પટેલ સમાજના લોકો જોડાય અને સાથે સાથે સેવાના કાર્યો કરે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો
 ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલ આમંત્રણ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ભાજપના અગ્રણી વી ડી પટેલ ખોડલધામ સમિતિના ચેરમેન વિમલભાઈ કોયાણી ભુપતભાઈ કોયાણી હરસુખભાઈ ટોપિયા વિનુભાઈ માથુકિયા અરવિંદભાઈ વોરા વિજયભાઈ અંટાળા (ભગવાન) દિનેશભાઈ ટોપિયા ધોરાજી જીઇબીના ડેપ્યુટી એન્જિનિયર રાદડીયા સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સાથે સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો
ખોડલધામ સમિતિના ભુપતભાઈ કોયાણી નટુભાઈ વૈષ્ણવ  હેમતલાલ પાનસુરીયા સંજયભાઈ રુપારેલીયા જયંતીભાઈ રાબડીયા જયંતીભાઈ કોયાણી વિગેરે અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

(5:37 pm IST)