Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ધોરાજી ખાતે હોમગાર્ડનો ૭૪મો સ્થાપનાદિન આવતીકાલે સોમવારે ઉજવાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :- ધોરાજી ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ નો 74 મો સ્થાપના દિન ઉજવવામાં આવશે.
ધોરાજી હોમગાર્ડ કમાન્ડો ઓફિસર વી.ડી પરમાર એ જણાવેલ કે ધોરાજી હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ ડે નિમિત્તે  વાર્ષિક હોમગાર્ડ દિવસ ઉજવવામાં આવશે
કાર્યક્રમની રૂપરેખા અનુસાર તારીખ 6ને સોમવારે સવારે ૮થી ૯ દરમિયાન પ્રભાતફેરી અને દસ વાગ્યે વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવશે જેમાં ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી મિયાણી પોલીસ ઇન્સ્પેક્ટર હકૂમત સિંહ જાડેજા સહિત અધિકારીગણ ઉપસ્થિત રહેશે.
હોમગાર્ડ ડેની ઉજવણીના ભાગરૂપે ધોરાજીના હોમગાર્ડ કમાન્ડર ઓફિસર વી.ડી પરમાર તેમજ એચ.પી. ગોહેલ તેમજ ધોરાજી હોમગાર્ડ કચેરીના તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે

(5:28 pm IST)