Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

માળીયા મિંયાણા નજીક વાહન હડફેટે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઃ સેવીકાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૫ :. મોરબી જિલ્લાના માળીયા મિંયાણા નજીક વાહન હડફેટે જૈન સાધ્વીજીની ગંભીર ઈજા થતા તેમને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે સેવીકાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અજરાઅમર સંપ્રદાયના ભાવચંદ્રજીના સુશિષ્યા સાધનાબાઈ સ્વામી આદિઠાણા-૨ મોરબી મુકામે સોની બજારમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા.

કાલે તેઓ વિહાર કરી રહ્યા હતા ત્યારે માળીયા મિંયાણા તાલુકાના વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલની સામે વાહને હડફેટે લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

તેમની સાથે વ્હીલ ચેર ચલાવનાર સેવીકા ધારી ગામના ભારતીબેન મનસુખભાઈ પાટડીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

આ બનાવથી જૈન સમાજમાં ભારે શોક છવાયો છે.

(1:20 pm IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • માળીયા ચોકડી પાસે જૈન સાધ્વીજીને ગંભીર અકસ્માત નડ્યો : અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર સ્થિતિ : તેમની સાથે વિહાર કરી રહેલ એક સેવિકાનું ઘટનાસ્થળે મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 1:12 pm IST