Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજકોટના માલીયાસણનો શખ્સ જુનાગઢમાંથી પિસ્ટલ સાથે ઝડપાયો

એસઓજીની કાર્યવાહી એક કાર્ટીસ પણ કબ્જે

(વિનુ જોશી) જુનાગઢ તા.પ : રાજકોટના માલીયાસણના શખ્સને એસઓજીએ જુનાગઢમાંથી પિસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીની સુચનાથી જુનાગઢ એસઓજીએ ગેરકાયદેસરનાં હથિયારો શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી છે.

દરમિયાન એક શખ્સ હથિયાર સાથે જુનાગઢમાં યાર્ડજવાના રસ્તા પર ઉભો હોવાની બાતમી મળતા એસઓજીના પી.આઇ. એચ.આઇ.ભાટી, પી.એસ.આઇ જે.એમ.વાળા તેમજ સ્ટાફના એમ.જે.કોડીયાતર, એચ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, સામતભાઇ, દિપક જાની, મજીદખાન, ભરતસિંહ, પરેશભાઇ, રવિ ખેર, બાબુભાઇ, અનિરૂધ્ધસિંહ, મહેન્દ્રભાઇ, શૈલેન્દ્રસિંહ, રવિરાજ વાળા અને જયેશ બકોત્રા વગેરે ધસી ગયા હતા.

આ કાર્યવાહીમાં એસઓજીએ રાજકોટના માલીયાસણ ગામે રહેતો કોળી કિશોર ઉર્ફે કિશન ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.ર૬)ની અંગ જડતી લેતા તેની પાસેથી રૂ.રપ હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

કિશોર મકવાણાએ હથિયાર મધ્ય પ્રદેશનો રામુ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું જણાતા તેની સામે પછી કાર્યવાહી કરવામાં આવી હતી.

હથિયાર સાથે પકડાયેલ કિશોર ઉર્ફે કિશન સામે મહિલા પોલીસ સ્ટેશન રાજકોટમાં બળાત્કારનો ગુનો પણ નોંધાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.

(1:03 pm IST)