Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જુનાગઢમાં એટીએમ તોડવાની કોશિષના ગુન્હામાં ઝડપાયેલા બંને શખ્સોના રીમાન્ડની તજવીજ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૫: જૂનાગઢ શહેરના દીવાન ચોકમાં આવેલ પંજાબ નેશનલ બેન્ક અને એસબીઆઈ બેંકના એટીએમ તોડી, ચોરીનો પ્રયાસ કરવામાં આવેલ હતો. જ આરોપીને જૂનાગઢ એ ડિવિઝન પોલીસની સતર્કતા ના કારણે પકડી પાડવામાં આવેલ છે.

ંર્ંજૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા શેર્ટ્ટીં દ્વારા મિલકત વિરુદ્ઘના ગુન્હાઓ શોધી કાઢવા અને ર્ંચોરી, લૂંટ, ઘરફોડ, વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સુચનાઓર્ં કરવામાં આવેલ છે.

ગઈ રાત્રી દરમિયાન વાગ્યાના સુમારે દીવાન ચોક ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકના એટીએમ ને તોડવામાં આવતા, બેંકની સાયરન સિસ્ટમ દ્વારા બેંકના અધિકારીઓને જાણ થતા, બેંકના અધિકારીઓએ પોલીસ સ્ટેશન જાણ કરતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાઈટ રાઉન્ડમાં રહેલ એ ડિવિઝન પોલોસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.યુ.સોલંકી, હે.કો. માલદેભાઈ, પો.કો. સુભાષભાઈ, વનરાજસિંહ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, દીનેશકુમાર, નારણભાઇ, અનકભાઈ, સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા નાઈટમાં રહેલ મોબાઈલોને તાત્કાલિક મેસેજ આપતા, પંજાબ નેશનલ બેંકનું એટીએમ ચોરી કરવાના ઇરાદે તોડતા આરોપી સાયરન વાગતા નાસી ગયેલ હોઈ, નાઈટ રાઉન્ડમાં બનાવ બનેલ તેની આજુબાજુના પોઇન્ટ ઉપર રહેલ હો.ગા. મેદ્યરાજભાઈ, કિરીટભાઈ તથા સ્ટાફની ટીમોને આજુબાજુ ચેક કરાવતા, આરોપી બીલાલ હુસેન અન્સારીને એસબીઆઈ બેંકની બાજુની ગલીમાં દુકાનના ઓટા ઉપર સુતેલ હાલતમાં પકડી પાડવામાં આવેલ હતો. પંજાબ નેશનલ બેંકના અધિકારીઓએ પોલીસને જાણ કરતા, જૂનાગઢ પોલીસની એ ડિવિઝન પોલોસની ટીમ દ્વારા સતર્કતા દાખવી, તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ દીવાન ચોક પહોંચતા, એટીએમ છોડી, ભાગી ગયેલ આરોપીને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી, બાજુની ગલીમાંથી રાઉન્ડ અપ કરી, ધરપકડ કરવામાં આવેલ છે. જેની પ્રાથમિક પૂછપરછ કરતા, એટીએમ તોડવામાં પોતાની સાથે આરોપી હાર્દિક મનોજભાઈ ધોબી પણ હતો અને તે લંદ્યાવાડા મા રહેતો હોવાની કબૂલાત કરતા, એ ડીવી પોલીસ ટીમ દ્વારા બીજો આરોપી હાર્દિક મનોજભાઈ સોલંકી જાતે ધોબી ઉવ. રહે. લંદ્યાવાડા, જૂનાગઢને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.આ બાબતે પંજાબ નેશનલ બેંકના મેનેજર રવિભાઈ ધ્રુવરાજ સરોજ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પંજાબ નેશનલ બેન્ક અને એસ.બી.આઈ. બેંકના એટીએમ તોડવા તથા ચોરીની કોશિશ બાબતે ગુન્હો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી, ર્ંઆરોપીઓ (૧) બીલાલ હુસેનભાઈ અન્સારી ઉવ. ૨૫ રહે. સ્વસ્તિક એપાર્ટમેન્ટ, લીમડા ચોક, જૂનાગઢ અને (૨) હાર્દિક મનોજભાઈ સોલંકી જાતે ધોબી ઉવ. ૨૯ રહે. છાયા બજાર, જગન્નાથ મંદિર પાસે, જૂનાગઢની ધરપકડ કરી, એટીએમ તોડવાના સાધનો, મોબાઈલ ફોન નંગ ૦૪ મળી કુલ રૂ. ૨,૦૦૦/- નો મુદ્દામાલ કબર્જેં કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી બીલાલ હુસેનભાઈ અન્સારીની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલોસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ જે.એચ. કછોટ, હે.કો. માલદેભાઈ, પો.કો. સુભાષભાઈ,  વનરાજસિંહ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, દીનેશકુમાર, નારણભાઇ, અનકભાઈ, સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા સદ્યન પૂછપરછ કરવામાં આવતા, ર્ંપોતે ફેબ્રિકેશનનું કામ કરતો હોય, લોક ડાઉન આવતા, કામમાં મંદી આવેલ હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ તેમજ નશાની આદત હોય, આરોપી હાર્દિક સોલંકી સાથે મળી, આગલા દિવસે એસટી સ્ટેન્ડ પાસે આવેલ કેનરા બેંકનું એટીએમ તોડવાની કોશિશ કરેલ પરંતુ કોઈ રૂપિયા નીકળેલ નહીં બાદમાં ગઈ રાત્રીના સમયે દીવાન ચોકના બે એટીએમ પણ તોડવાની કોશિશ કરતા, સાયરન વાગતા, આજુબાજુ પોઇન્ટ ઉપર પોલીસ તથા હોમગાર્ડ નાઈટમાં હોઈ, પોતે બાજુની ગલીમાં જઈને દુકાનના ઓટલે સુઈ ગયેલાની કબૂલાર્તં કરવામાં આવેલ હતી. આમ, પકડાયેલ આરોપીઓ બિલાલ હુસેનભાઈ અન્સારી તથા હાર્દિક મનોજભાઈ સોલંકી દ્વારા વધુ એક એટીએમ સહિત ર્ંકુલ ત્રણ બેંકના એટીએમ તોડી, ચોરીની કોશિશ કર્યાની કબૂલાર્તં કરવામાં આવેલ હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ચોરીની કોશિષનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી, ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ત્રણ બેંકના એટીએમ ચોરીની કોશિષના ગુન્હામાં પકડાયેલ આરોપી બીલાલ હુસેનભાઈ અન્સારી અંગે ર્ંપોકેટ કોપ એપ્લિકેશર્નં માં સર્ચ કરવામાં આવતા, ર્ંભૂતકાળમાં ૨૦૧૮ ની સાલમાં માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મંદિર ચોરીના ગુન્હામાં તથા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહનચોરીના ગુન્હામાં પકડાયેલ હોવાનું ખુલતા, ભૂતકાળમાં પણ બે ગુન્હાઓ કરેલાની કબૂલાર્તં કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ બીલાલ હુસેનભાઈ અન્સારી તથા હાર્દિક મનોજભાઈ સોલંકી ની વધુ પૂછપરછ હાથ ધરી, આ પ્રકારના બીજા કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કેં કેમ..? મળેલ મુદામાલના મોબાઈલ ફોન કયાંથી મેળવેલ છે...? એ બાબતે વધુ તપાસ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:01 pm IST)