Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સુરેન્દ્રનગરનાં બાજરડાની સીમમાં શિકાર કરવા નીકળેલા ૨ ડફેર હથિયાર સાથે ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૫: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાંથી ગેરકાયદેસર હથીયારની બદી સંદતર નાબુદ કરવાની સુચના કરેલ હોય જે અન્વયે ના.પો. અધિ.સા.શ્રી સી.પી.મુંધવા સાહેબ લીંબડી ડીવીઝન તથા સી.પી.આઇ શ્રી આર.જે.રામ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમો આર.જે. જાડેજા પો.સ.ઇ. તથા પાણશીણા પો.સ્ટે. સ્ટાફના માણસો પો. સ્ટે.હાજર હતા. તે દરમ્યાન અમોને બાતમીના રાહે હકિકત મળેલ કે બે ડફેરના માણસો ગેરકાયદેસર હથીયાર લઇ ભોજપરા ગામની બાજરડા તરફથી સીમમાં રાત્રીના અંધારામાં શીકાર કરવા ફરે છે તેવી ચોક્કસ હકિકતઆધારે બાજરડાની પેટા નર્મદા કેનાલની ઓથમાં નાળા પાસે બન્ને ઇસમોને કોર્ડન કરી પકડી પાડી આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક તથા લોખંડના છરા નંગ-૮ સાથેનું પાઉચ તથા બંદુકમાં વપરાતો દારૂ આશરે ૫૦ ગ્રામ પ્લાસ્ટીકના કેન -પટ્ટા સાથેના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ મજકુર બન્જે આરોપીઓ ગઇ તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ રળોલ ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કરી પોલીસને જોઇ નાશી ગયેલ હોય જે અંગે પાણશીણા પોલીસ દ્વારા તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરી ગુન્હા દાખલ કરવામાં આવેલ હતા.

પોલીસે દાઉદ અહેમદભાઇ મોરી જાતે ડફેર ઉવ. ૬૨ રહે. બાજરડા તળાવની પાળ ઉપર ડંગામાં તા. ધંધુકા જી.અમદાવાદ , હબીબભાઇ અહેમદભાઇ મોરી જાતે ડફેર ઉવ.૫૫ રહે મુળ બાજરડા હાલ રહે મોટા ત્રાડીયા તા. ધંધુકા જી.અમદાવાદને ઝડપી લીધેલ છે.

પાણશીણા પો.સ્ટે. પો.સબ. ઇન્સ. આર.જે. જાડેજા તથા એ.એસ.આઇ ધીરૂભાઇ જી ચિહલા તથા એ.એસ.આઇ ચંદ્રસિંહ માવસિંહ તથા એ.એસ.આઇ દિનેશભાઇ હરીભાઇ તથા પો. હેડ કોન્સ. નવધણભાઇ માવજીભાઇ તથા પો. કોન્સ. કુલદિપસિંહ કિશોરસિંહ તથા પો.કોન્સ. કુલદિપસિંહ સામતસિંહ તથા પો.કોન્સ. કમલેશભા એલ. લકુમ તથા પો. કોન્સ. અરવિંદભાઇ રામજીભાઇ તથા પો.કોન્સ. ભરતસિંહ દિપસિંહે રીતેના સ્ટાફના દ્વારા ગેરકાયદેસર હથીયારનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.

(12:59 pm IST)