Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જામનગરનાં મોટી ગોપમાં ખાટલામાંથી પડી જતા ૮૦ વર્ષના વૃધ્ધનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫ : રાજકોટમાં રહેતા કરીમ જુસબભાઈ કાતેલીયા, ઉ.વ.ર૭, એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,, તા.ર૬–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર જુસબભાઈ સીદીભાઈ કાટેલીયા, ઉ.વ.૮૦, રે. મોટીગોપ ગામવાળા પોતાના ઘરે ખાટલા માંથી ઉભા થવા જતા વયોવૃઘ્ધ હોવાના કારણે પડી જતા સારવાર દરમ્યાન સારૂ ન થતા મરણ થયેલ છે.

વધુ પડતા માસીકથી મોત

અહીં બચુનગરમાં રહેતા મહેબુબભાઈ મામદભાઈ પીઠડીયા, ઉ.વ.૩પ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ૪–૧ર–ર૦ર૦ના આ કામે મરણજનાર આરજુબેન મહેબુબભાઈ પીઠડીયા, ઉ.વ.રપ, રે. વાઘેરાવડો, આશાપુરા મંદિર પાછળ, બચુનગર, જામનગરવાળાને આજરોજ વધારે પડતા માસીક આવી જતા સારવારમાં લઈ જતા મરણ થયેલ છે.

ગર્ભવતી મહીલાઃ મોત

કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે રહેતા પ્રકાશભાઈ બચુભાઈ નાયકા, ઉ.વ.૩ર, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪–૧ર–ર૦ર૦ના આ કામે મરણજનાર ભારતીબેન પ્રકાશભાઈ નાયકા, ઉ.વ.૩૦, રે. મોટાવડાળા ગામવાળા ગર્ભવતી હોય અને પેટમાં અચાનક દુઃખાવો ઉપડતા સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જતા મરણ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે શખ્સ ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૪–૧ર–ર૦ર૦ના મહેશ્વરી વાસ પોટરી વારી ગલી પાસે રોડ પર આ કામના આરોપી મોહિન કાનજીભાઈ ચાવડા, રે. જામનગરવાળા પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી જાહેરમાં નીકળતા ઝડપાઈ ગયેલ છે.

મોટાવડાળા ગામના પાટીયા પાસે દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અમીતભાઈ નીતીનભાઈ નીમાવત એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૧ર–ર૦ર૦ના મોટાવડાળા ગામના પાટીયા પાસે રોડ પર આ કામના આરોપી ખુમાનભાઈ જુવાનસિંગ ચંગોળ, રે.   પાવગામ, જિ. દાહોદ વાળો ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની પ્લાસ્ટીકની કંપની શીલબંધ બોટલ નંગ–૭ર જેની કિંમત રૂ.ર૮,૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાણખાણ શેરી નં. ૮માં જુગાર રમતા નવ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૧ર–ર૦ર૦ના પાણખાણ શેરી નં.૮, ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સ વાળી ગલીમાં જાહેરમાં રોડ પર આ કામના આરોપીઓ ચંન્દ્રકુમાર દીનાનાથ રોય, વિક્રમકુમાર રઘુનીભાય રાય, બીન્દ્રકુમાર પરશુરામ રાય, શુભાષભાઈ શીવમુતી યાદવ, રામજીભાઈ હલદરભાઈ રાય, ધર્મેન્દ્રકુમાર ગનેશકુમાર સીંગ, ધીરજકુમાર પપ્પુભાઈ સીંગ, વિનોદભાઈ ઘનશ્યામભાઈ રાય, દિનેશભાઈ ભુવનેશ્વરભાઈ રાય,  જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ. ૧૧,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

એકી–બેકી નામનો જુગાર રમતો ઝડપાયો

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૧ર–ર૦ર૦ના બેડી અબ્બાસ અલમદાર ચોક ના ખુણે આવેલ કેબિનની બાજુમાં, જામનગરમાં આ કામના આરોપી અકબર ઉર્ફે બટેટો ઓસમાણ ઈસાકભાઈ નંગામણા રે. જામનગરવાળો જાહેરમાં એકી–બેકીના આંકડા બોલી જુગાર રમતા રોકડા રૂ.૯૬૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ખારવા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ કમાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–૧ર–ર૦ર૦ના ખારવા ગામની ખરાવાડ વિસ્તારમાં વોકળાની બાજુમાં બાવળાના ઝાડ નીચે, ધ્રોલમાં આ કામના આરોપી જયંતિભાઈ ખીમજીભાઈ પરમાર, લક્ષ્મણભાઈ વેજાભાઈ મુંઘવા, દિનેશભાઈ ભીખાભાઈ ચાવડા, જીવણભાઈ વશરામભાઈ ચાવડા, દેવજીભાઈ માલાભાઈ ચાવડા, રે. ધ્રોલમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪,૯પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:58 pm IST)