Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કેશોદના પ્રાંસલીમાં વાડીમાં ઘુસેલો ખુંખાર દીપડો પાંજરે પુરાયો: ગામલોકોએ હાશકારો અનુભવ્યો

વાડી માલીકે જાણ કરતા ફોરેસ્ટ વિભાગે મુકેલા પાંજરામાં મોડીરાત્રે દીપડો પુરાઈ ગયો

કેશોદ : તાલુકાના પ્રાંસલી ગામે ભાવેશભાઈ અમરાભાઇ મક્કાની વાડીમાં દીપડો હોવાનું વાડી માલિકને જાણ થતા ફોરેસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફોરેસ્ટની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે આ વાડીમાં પાંજરૂ ગોઠવવામાં આવેલ હતુ.પાંજરૂ ગોઠવતા જ મોડી રાત્રે દીપડો પાંજરે પૂરાયો હતો. પાંજરે પુરાતા વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિપડાએ અવાર નવાર આ વિસ્તારમાં દેખા દેતાં આસપાસના ગામડાઓમાં ડરનાે માહાેલ છવાતા વન વિભાગે દિપડાને પકડવા સીમ વિસ્તારમાં પાંજરૂ મુક્યુ હતુ. માેડી રાત્રીએ દિપડાે પાંજરે પુરાતા ગામલાેકાેમાં હાશકારો અનુભવાયો છે.

.વનવિભાગના આરએફઓ સહિત રાઉન્ડ ફાેરેસ્ટર તથા આર.એફ.ઓ. જી.પી. સુહાગિયા,રાઉન્ડ ફોરેસ્ટર પી.બી.કેશોજા હરેશ ભાઈ મૂછાળ વિ.એ ઘટના સ્થળે દિપડાને પાંજરે પુરવા સફળ કામગીરી કરી હતી ત્યારે ગણતરીની કલાકોમાં પકડાયેલા દીપડાને સાસણ નજીક ગીર અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ હતો.

(3:44 pm IST)