Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમરેલી જિલ્લા ભાજપની ટીમમાં બાબરા અને તાલુકાને મહત્વનું સ્થાન : મહામંત્રી પદે ભૂપેન્દ્રભાઇ બસીયા, ઉપપ્રમુખ લલીતભાઇ આંબલીયા, જયાબેન ગેલાણીની વરણી

(દીપક કનૈયા) બાબરા તા. ૫ : ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ પદે સી.આર. પાટિલની વરણી થયા બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના દરેક જીલ્લાના પ્રમુખોની નિમણુંક કરાય હતી. જેમાં પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા દ્વારા પોતાની ટીમની નિમણુંક કરાઇ છે.

જેમા બાબરા શહેર અને તાલુકાના ત્રણ આગેવાનોની હોદ્દેદાર તરીકે વરણી કરાઇ છે. જેમાં ભુપેન્દ્રભાઇ બસીયાની જીલ્લા ભાજપના મહામંત્રી પદે વરણી કરાઇ છે તેમજ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે લલીતભાઇ આબલીયા અને જયાબેન મધુભાઈ ગેલાણીની વરણી કરાઇ છે જીલ્લા સંગઠનમાં પ્રથમવાર બાબરા પંથકમાંથી ત્રણ લોકોને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા મહામંત્રી પદે યુવાનોના માર્ગદર્શક બાબરા શહેરના આગળ જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન લોકપ્રિય યુવાન ભુપેન્દ્રભાઈ બસિયા જિલ્લા ભાજપના મહામંત્રી પદે વરણી થતા શહેર અને તાલુકા ભાજપ કરતાં આનંદની લાગણી ઉભરાઈ છે. શ્રી બસીયા ઉપર જીલ્લાભરમાંથી અભિનંદન શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.

બાબરા શહેર ભાજપના ઉપપ્રમુખ દીપક કનૈયા, શહેર ભાજપના અગ્રણી મનોજભાઇ જસાણી પ્રતાપભાઇ ખાચર ભુપતભાઈ બસીયા સહીત આગેવાનોએ જીલ્લાના બાબરા પંથકના ત્રણેય હોદ્દેદારોને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.

(12:54 pm IST)