Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગોંડલમાં દારૂનો જથ્થો ભરેલી કાર પકડાઇ

દારૂ અને કાર સહીત ૧.રર લાખનો મુદામાલ કબ્જેઃ કાર ચાલકની શોધખોળ : રૂરલ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીનો દરોડો

રાજકોટ, તા., ૫: ગોંડલમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી લઇ ૧.રર લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલાકની શોધખોળ હાથ ધરી છે.

પ્રોહી. અને જુગારના કેસો શોધી કાઢવાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર.ગોહીલ ક્રાઇમ બ્રાંચ તથા એલઓજીના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે એસઓજીના હેડ કો.જયવીરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડાની બાતમીના આધારે ગોંડલમાં જેલ ચોક પાસે શ્રી હોસ્પીટલ સામેની શેરીમાં ખુલ્લા પ્લોટમાંથી ૧ર૦ બોટલ દારૂ કિ.૭ર૦૦૦નો જથ્થો ભરેલ વિસ્ટા કાર નં. જી.જે.૦૩-સીઇ-ર૭૯૧ મળી આવતા કાર અને દારૂ મળી કુલ ૧.રર લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલાક સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરઇલ  એલસીબીના હેડ કો. મહીપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ  વાઘેલા, અનીલભાઇ ગુજરાતી તથા મહેશભાઇ જાની સહીતનો સ્ટાફ જાોડાયો હતો.

(11:52 am IST)