Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પોરબંદર જિલ્લા ભાજપના ૩ મહામંત્રીઓ ૮ ઉપપ્રમુખો મંત્રી તથા ખજાનચીની વરણી

મહામંત્રીપદે અશોકભાઇ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ તથા નીલેશભાઇ મોરીની નિમણુકો

પોરબંદર તા. પ :.. ભાજપ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા બાદ પોરબંદર જિલ્લા ભાજપ ટીમની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ કરી છે. જિલ્લા ભાજપની ટીમમાં ૩ મહામંત્રી આ ૮ ઉપપ્રમુખો ર મંત્રી તથા ખજાનચીની વરણી કરવામાં આવી છે.

જિલ્લા ભાજપમાં મહામંત્રીપદે અશોકભાઇ મોઢા તથા ખીમજીભઇ મોતીવરસ તથા નિલેશભાઇ મોરીની વરણી કરાય છે. ઉપપ્રમુખપદે સુનિલભાઇ ગોહેલ, શાંતિલાલ ભુવા, ચંદ્રીકાબેન મયુરભાઇ તન્ના, ભરતભાઇ ઓડેદરા, ગીગનભાઇ બોખીરા  તથા નિમિષાબેન જોશી તથા વિરમભાઇ કરાવદરાની વરણી કરવામાં આવી છે.

મંત્રીપદે ક્રિષ્નાબેન રાણીગા, મંજુલાબેન ડોડીયા, રાયમલભાઇ જાલુ, મિતાબેન સોલંકી, નિતેશભાઇ બપોદરા, હિતેશભાઇ જાદવ, ભીખુભાઇ ગોસ્વામી તથા કોમલબેન વાઘવાણીની વરણી કરવામાં આવી છે. ખજાનચી તરીકે હિતેશભાઇ કારીયાની વરણી કરી છે.

(11:46 am IST)