Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખે પદે સુરેશભાઇ પાનસુરિયાની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૫: અમરેલી જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પાનસુરીયાની વરણી થતા સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ના આદેશ અનુસાર અમરેલી જિલ્લા ભાજપ નું સંગઠન માળખું જાહેર કરતા વિવિધ હોદેદારોની વરણીમાં જિલ્લાના બીજા નંબરના મહત્વના ઉપ પ્રમુખ પદે ડાયમંડ એસોસિએશનના અગ્રણી અને ઉધોગપતિ બાહોશ યુવાન સુરેશભાઈ પાનસૂરિયાની વરણી થતા અમરેલી જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

શ્રી સુરેશભાઈ પાનસૂરીયાની વરણીથી ભાજપમાં સંગેઠન મજબૂત અને ચેતન વંતુ બનશે તેવી આશા વ્યકત થઈ હતી.

શ્રી સુરેશભાઈ પાન સુરીયાની વરણીને કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલા સાંસદ નારણભાઇ કાછડીયા માજી મંત્રી દિલીપભાઈ સંધાણી માજી મંત્રી વી.વી.વધાસિયા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી મનજીભાઈ તળાવિયા તેમજ સાવરકુંડલા શહેર તાલુકા ભાજપના આગેવાનો ડાયમંડ એસોસિયેશનના અગ્રણીઓ આવકારી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

(11:40 am IST)