Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વોટર વર્કસ શાખાના કર્મચારીને દંડ

ચેરમેને સૂચના આપી છતાં પણ ગેરહાજર : પાણી વિતરણમાં ધ્યાન અપાતું ન હતું

ગોંડલ ,તા.૫ : ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે નગરપાલિકાની વોટર વર્કસ શાખાના તમામ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે સાત ટાંકી ખાતેના કાયમી કર્મચારી મહેશભાઈ ભગવાનજીભાઈ મકવાણા ને અનેક વાર સૂચના આપવામાં આવી હોવા છતાં પણ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોય વારંવાર ગેરહાજર રહેતા હોય તેઓનો ૧૦ દિવસનો પગાર કપાત કરી દંડ ફટકારવામાં આવ્યો છે અલબત્ત્। આ ઘટના પાલિકા વર્તુળમાં પહેલી વાર બની હોય એવું પણ કહી શકાય તેમ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વોટર વર્કસ શાખાના ચેરમેનની માફક સેનિટેશન, વીજળી, ભૂગર્ભ ગટર શાખા સહિતના વિભાગોના ચેરમેન પણ આવી જ રીતે કર્મચારીઓ પાસે કડકાઇથી કામ લેતો પ્રજાને ભોગવવી પડતી અનેક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

(11:38 am IST)