Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ટંકારા ભારતીય કિશાન સંઘના હોદેદારો

 મોરબીઃ ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા ટંકારા તાલુકાની મિટિંગ ટંકારામળી હતી જેમાં રાજકોટ જિલ્લા ભારતીય કિશાન સંઘ પ્રમુખ દિલીપભાઈ સખીયા, મોરબી જિલ્લા પ્રમુખ જિલેશ કાલરીયા, ટંકારા તાલુકા પ્રમુખ જયેશભાઇ કામરીયા તથા અન્ય કાર્યકર્તા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા . આ મિટિંગમાં નવા હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી જેમાં પંકજભાઈ ગજેરાની ટંકારા તાલુકા મહામંત્રી તરીકે તથા અરવિંદભાઈ ચીકાણીની યુવા આયામ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી જે નવનિયુકત હોદેદારોને સંદ્યના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. નવા હોદેદારોની તસ્વીર.

(9:26 am IST)
  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST