Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જામનગરમાં નેવીના જવાનોએ સૈન્યની તાકાતના દર્શન કરાવ્યા

જામનગર : શુક્રવારે નેવી ડે નિમિત્ત્।ે INS વલસુરા ખાતે  કાર્યક્રમ યોજાયો હતો. નેવીના અધિકારીઓ અને આમંત્રિતો ની ઉપસ્થિતિમાં નેવીના જવાનો એ દિલધડક કરતબો કર્યા હતા અને ખાસ અંગ કસરતના દાવ પણ રજૂ કર્યા હતા. દર વર્ષે ૪ ડિસેમ્બરના નેવી ડે ની ઉજવણી થાય છે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ ખાસ કાર્યક્રમો માં ફેરફાર થયો છે પરંતુ નેવી ડે નો કાર્યક્રમ યથાવત રીતે યોજવામાં આવ્યો હતો જેમાં નેવીના જવાનો એ ભારતીય સૈન્ય ની તાકાત ના દર્શન પણ કરાવ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી તસવીર- કિંજલ કારસરીયા,જામનગર)

(12:53 pm IST)