Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ધોરાજીના વોર્ડ નંબર 9 જેતપુર રોડ પાસે મહિલાઓએ રોડ રસ્તાને પાણી આ બાબતે ચક્કાજામ કર્યો: 23 મહિલાઓની અટકાયત

મહિલાઓ તાત્કાલિક અસરથી રોડ ઉપર બેસીને રામધુન બોલવા લાગી: ચૂંટણી સમયે રાજકીય લોકો ચા પાણી નાસ્તો ને ગાંઠિયા ખવડાવતા હોય છે અત્યારે મત લેવા વાળા ક્યાં ગયા મહિલાઓએ કર્યા સુત્રોચાર: પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પી.એસ.આઇ શૈલેષ વસાવા સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતાં મામલો શાંત પડ્યો

ધોરાજી: ધોરાજીના વોર્ડ નંબર 9 જેતપુર રોડ રજવાડી ગલી વિસ્તાર ની મહિલાઓ આ વિસ્તારના રોડ રસ્તા પાણી ના  નગરપાલિકાનો પર્સને આ વિસ્તારમાં નગરપાલિકાનું ઓરમાયુ વર્તન હોય જેથી કરીને મોટી સંખ્યામાં મહિલાઓ જેતપુર રોડ ઉપર આવી ગઈ રસ્તાનો ચક્કાજામ કરતા અડધી કલાક માટે તમામ વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો અને વાહનોની એક કિલોમીટર લાંબી લાઇન લાગી જતા જે બનાવની તાત્કાલિક જાણ ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા ને થતા તાત્કાલિક અસરથી પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા તેમજ મહિલા પોલીસ અને ડી સ્ટાફના માણસો સાથે પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહિલાઓને રસ્તાઓ પરથી ખસી જવાની વિનંતી કરી હતી

 પરંતુ આ વિસ્તારની મહિલાઓ નો ભારે જનઆક્રોશ જોવા મળતા મહિલાઓ જણાવેલ કે અમારા વિસ્તારના રસ્તા દોઢ વર્ષ પહેલા ખોદી ગયા છે રસ્તામાં રોડ ના કરવો હોય તો શું કામ ખાડા કરી ગયા દોઢ-બે વર્ષથી અમે આ વિસ્તારમાં હેરાન થઇ રહ્યા છીએ તેમજ પીવાલાયક પાણી મળતું નથી ગટરની દુર્ગંધ મારતું પાણી આ વિસ્તારની મહિલાઓ પીવે છે આ બાબતે અનેક વખત ધોરાજી નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ અમારી કોઇ રજૂઆત સાંભળતા નથી જેથી અમે આ રસ્તાઓ પર ચકકાજામ કર્યું છે અને અહીંથી જવા નથી

આ બાબતે મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા તાત્કાલિક અસરથી મહિલાઓએ રોડ ઉપર થી હટી જવાનો આદેશ કરતા થોડીવાર માટે તો મહિલાઓ સાથે રમઝટ બોલાચાલી થઈ હતી બાદ પોલીસે બળનો ઉપયોગ કરી મહિલાઓને ધરપકડ કરવાનો પ્રયત્ન કરતા મહિલાઓ તાત્કાલિક અસરથી રોડ ઉપર બેસી જાય રામધુન બોલવા લાગી હતી
આ સમયે મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા મહિલા પોલીસ સ્ટાફ તેમજ ડી સ્ટાફના જવાનો મહિલાઓનો ઘેરાવ કરી દેતા ૨૩ જેટલી મહિલાઓને અટકાયત કરી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી
આ સમયે ધોરાજી શહેર અગ્રણી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા અરવિંદભાઈ વોરા શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા યુવા અગ્રણી દિનેશભાઈ ટોપિયા વિઠ્ઠલભાઈ હિરપરા યુવા ભાજપના પ્રમુખ મિહિર હિરપરા તેમજ આ વિસ્તારના સુધરાઈ સભ્યો વિગેરે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દોડી જતા અને ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હકુમતસિંહ જાડેજા સાથે મહિલાઓને છોડી દેવા બાબતે પોલીસને સમજાવ્યા હતા અને જણાવેલ કે આ નગરપાલિકા નો પ્રશ્ન છે તાત્કાલિક નગરપાલિકા ના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરીશું હાલમાં ધોરાજી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા દિનેશભાઈ ટોપિયા વિગેરે હાજર છે તો તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મહિલાઓને છોડી દેવા વિનંતી કરી હતી
આ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા તેમજ મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા એ ૨૩ જેટલી મહિલાઓ ની અટકાયત કરી ફરી રોડ પર ચક્કાજામ નહિ કરી તે બાબતનું નિવેદન લઇ અને હવે પછી સુરેશ શાંતિનો  ભંગ નહીં કરીએ તે અંગે બાહેધરી લઈ મુક્ત કર્યા હતા

 

(8:29 pm IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST