Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જામનગરની કોલેજમાં પ્રોફેસર પર વિદ્યાર્થીનો હુમલો : કોપી કેસ પકડતા કર્યો હુમલો :જમણા હાથના ખભે ઇજા

જ્ઞાનેદ્રસિંહ નામના પ્રોફેસર પર ધર્મરાજ જાડેજા નામના વિદ્યાર્થીનો હુમલો

જામનગરની વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ ઉપર હુમલો થયાનો બનાવ બન્યો છે જાણવા મળ્યા મુજબ  જ્ઞાનેદ્રસિંહ નામના પ્રોફેસર પર ધર્મરાજ જાડેજા નામના વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. પરીક્ષા દરમિયાન કોપી કેસ પકડતા વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો

   અચાનક કરેલા હુમલાથી લોકો હેબતાઇ ગયા હતા. આ હુમલામાં પ્રોફેસર નીચે પડી ગયા અને તેમના જમણા હાથના ખભે ઇજા થઇ હતી. જો કે હાજર લોકોએ પ્રોફેસરની બચાવી લીધા હતા. ઇજાગ્રસ્ત પ્રોફેસરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

(10:16 pm IST)