Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

સુરજકરાડી-ભાણવડમાં જુગારના બે દરોડામાં આઠ ઝડપાયા

ખંભાળીયા, તા. પ :  સુરજકરાડીના મલાડ તડાવ પાસે જાહેરમાં જુગાર રમતા હિરેન કરશન ચાજપા, મહેશ ગોકુલદાસ પરમાણી, દિનેશ સુરેશ ચાનપાને રોકડા ૧૮,રપ૦ની મતા સાથે મીઠાપુર પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં ભાણવડના ધૂમલી ગામે જાહેરમાં તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા મનજી ઉર્ફે મનો મેસુર પરમાર, સુખા ટપુ પરમાર, માલદે કારા પરમાર, પ્રકાશ માલદે મે થાણીયા, મણીબેન રાજાભાઇ બગડા તમામને રોકડા ૩૦૪૦ તથા મોબાઇલ નંગ બે મળી કુલ રૂ. ૪૬૪૦ ની મતા સાથે ઝડપી લીધા હતાં.

સુરજકરાડીમાં દારૂની  બોટલ સાથે બે ઝબ્બે

મીઠાપુરના સુરજકરાડીમાંૈ બકાલા માર્કેટ પાસેથી પસાર થતા પ્રતાપભા ભોજાભા ભાણેક તથા ભીખાભા સામતભાઇ બન્નેને પોલીસે આંતરી તલાશી લેતા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧ મળી આવતાં પોલીસે કબ્જે કરી પુછપરછ કરતા તેમણે માનસંગભા ધાંધણભા માણેક તથા રણમલભા શામરાભા સુમણીયાનું નામ આપતા પોલીસે બન્નેને ફરાર જાહેર કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)