Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

કુવાડવામાં સન્માન - વિદાય સમારંભ

 કુવાડવા : પીએસઆઇ મહાવીરસિંહ કનુભા ઝાલા સેવા નિવૃત થયા છે. કુવાડવા પો.સ્ટેશનમાં ફરજકાળ દરમિયાન ગુન્હાહીત પ્રવૃતિ કરતા અસામાજીક તત્વોને પોતાની કુનેહ સખ્ત નશ્યત કરી માનવીય ગુણો ગ્રહણ કરી અને ભાઇચારાથી જીવન જીવવાની પ્રેરણારૂપ કામગીરી કરેલ હોય, તેમજ તાજેતરમાં કુવાડવા ગામની એક મહિલા સાથે છેતરપીંડી ખોટીરીતે વીધી કરવાના નામે સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઇને બે અજાણી મહિલા દ્વારા ગુન્હો આચરેલ હતો. આ બંને મહિલાઓને કુવાડવા રોડ પો.સ્ટેશનના પીએસઆઇ શ્રી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.કે.ઝાલા, પો.હે.કો. બી.ડી.ભરવાડ, પો.હે.કો. હિતેશભાઇ ગઢવી, પો.હે.કો. હરેશભાઇ સારદીયા, પો.હે.કો. દિલીપભાઇ બોરીચા, પો.હે.કો. મનીષભાઇ ચાવડા,પો.કો. રઘુવીર ઇસરાણી, પો.કો. દેવેન્દ્રસિંહ જાડેજા અને મહિલા પો.કો. ક્રિષ્નાબેન સીતાપરા સહિતનાઓને બંને મહિલા આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ પ્રશંસનીય કામગીરી થી પ્રેરીત થઇ સંજયભાઇ પીપળીયા કુવાડવા સરપંચ તથા ઓમ ગુરૂદત ગીરનારી આશ્રમ કુવાડવા ખાતે પીએસઆઇ શ્રી પરમાર તથા પોલીસ સ્ટાફ અને પીએસઆઇ મહાવીરસિંહ ઝાલાનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં જીલુભાઇ ગમારા, સરપંચશ્રી નવાગામ બામણબોર તેમજ કુચીયાદડ, મધરવાડા, સાયપર, રામપરા (બેટી), પારેવાડા વગેરે ગામના સરપંચશ્રીઓ અને સમાજશ્રેષ્ઠી ઉપસ્થિત રહી અને પીઆઇ પરમાર, પીએસઆઇ મેઘવાલ, પીએસઆઇ મેઘલાતર, પીએસઆઇ ખરાળા સહિત પોલીસ સ્ટાફનું શાલ તેમજ ફૂલહારથી સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે સંજયભાઇ પીપળીયા સરપંચ કુવાડવાના હસ્તે પીઆઇ પરમાર તથા સેવા નિવૃત થઇ રહેલ પીએસઆઇ એમ.કે.ઝાલાને સન્માનપત્ર અર્પણ કરેલ. આ પ્રસંગે યતિ બ્રહ્મદેવ મહારાજ તથા આશ્રમના મહંત બાલમ્બાદેવી દ્વારા સન્માન કરાયુ હતુ. (તસ્વીર-અહેવાલ : રમેશભાઇ સોઢા, કુવાડવા)

(11:44 am IST)