Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ખંભાળીયામાં ત્રણ પરપ્રાંતિય તસ્કરો ઝડપાયા

મોરબીની ૪, અમદાવાદ, પાલનપુર, ઇન્દોર અને હરસિદ્ધિનગર સહિતની ૧૯ ચોરીની કબુલાત પાંચ સભ્યોની ગેંગ છેઃ રાત્રે મોઢા ઉપર રૂમાલ બાંધીને નિકળે છેઃ કોઇ જાગી જાય તો તેનો સામનો પણ કરે છે

ખંભાળીયા તા.પ : જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ દ્વાર ગઇ તા. ૧૪-૧૫-૧૧-૨૦૧૮ના રાત્રીના ખંભાળીયા હરસિદ્ધિનગરમાં એક સાથે કુલ છ મકાનમાં ઘરફોડી ચોરી તથા એક દુકાનનું સટ્ટર તોડી તથા બે બાઇક ચોરીનો બનાવ બનવા પામેલ હતો તે ગૂન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આવા અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. એલ.ડી. ઓડેદરાને સુચના કરતા એલ.સી.બી. પો.સ.ઇ. વી.એમ. ઝાલાની આગેવાનીમાં અલગ -અલગ ટીમો બનાવી, અંગત બાતમીદારો, ટેકનીકલ સોર્સ તથા સખ્ત નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દ્વારા ગઇ રાત્રે એલ.સી.બી. સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હરસિદ્ધિનગર ક્રિષ્ના હોટેલથી આગળ સોસાયટીમાં ત્રણ ઇસમો અંધારામાં લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે દુકાનના તાળા તપાસતા હોય જે ત્રણેય ઇેસમોને પકડી તેઓની પાસેથી ચોરી કરવાના હથિયારો જેમાં એક લોખંડની પાઇપ, તાડા તોડવા માટેની આરી (તણી જેવું હથિયાર) તથા એક પેચકશ(ડીસમીસ) તથા મોબાઇલ ફો.નંગ-૪ મળી કુલ કિ.રુા. ૩૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની પુછપરછ કરતા આ ત્રણેયએ ઉપરોકત કબુલાત કરી છે. જેમાં (૧) મુન્ના ઉર્ફે નાનકા ઇડુભાઇ બામનીયા  ભીલ (આદીવાસી) રહે. નરવાલી ગામ તા. કુકશી જિ.ધાર, મધ્યપ્રદેશ (ર) રાકેશ ઇડીયાભાઇ ડાવર ભીલ રહે. ખનીયામબા ગામ તા. કુકશી-જિ. ધાર, (૩) કમલેશભાઇ સોમીયાભાઇ અજનારી ભીલ રહે. નરનાલી એ (૧)ગઇ તા. ૧૪-૧૫-૧૧-૨૦૧૮ના હરસિદ્ધિ નગરમાં કુલ ૬ ઘરમાં ચોરીઓ કરેલતથા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૧૧/૧૮ ના કામે બન્ને બાઇક ચોરીની કબુલાત આપેલ, (ર) જુન માસમાં ઇન્દોર હશેર ખાતેથી ત્રણ બાઇક ચોરી કર્યા અંગને કબુલાત આપેલ, (૩) ગઇ તા. ૪,૫-૧૧-૨૦૧૮ના મોરબી એપાર્ટમેન્ટ માંથી એક ફલેટમાં ચોરી તથા ત્રણ બાઇક ચોરીની કબુલાત આપેલ, (૪) ગઇ તા. ૫-૬-૧૧-૨૦૧૮ના અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડની બાજુમાંથી બે બાઇક ચોરીની કબુલાત આપેલ, (૫) ગઇ તા. ૧૬-૧૭-૧૧-૨૦૧૮ના રોજ પાલનપુરમાં બે મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

ઉપરોકત ઇસમો કુલ પાંચ સભ્યોની ગેંગ બનાવી રાત્રે મોઢા પર રૂમાલ જેવું બાંધી નિકળે છે બે માણસો સટ્ટર અથવા ઘરમાં લગાવેલ તાડાને લોખંડ કાપવાના સાધનથી કાપી ચોરીઓ કરે છે તેમજ અન્ય માણસો હાથમાં પથ્થર તથા અન્ય લોખંડના હથિયારો સાથે કોઇ જાગી જાયતો તેને પહોંચી વળવા ધ્યાન રાખે છે.

ઉપરોકત કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ભરતસિંહ જાડેજા, બીપીનભાઇ જોગલ, હેડ કોન્સ. અરજણભાઇ આહીર, અજીતભાઇ બારોટ, દેવશીભાઇ ગોજીયા, અરજણભાઇ મારૂ, મસરીભાઇ આહીર, કેશુરભાઇ ભાટીયા, વીપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, તથા ડ્રા.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, પો. કોન્સ.  હસમુખભાઇ કટારા તથા વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(3:03 pm IST)