Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મોરબી ઠગાઇના ગુન્હામાં પકડાયેલ બે આરોપીઓને બાબરા પોલીસે કબ્જો લીધો

મોરબી તા. ૫ : મોરબીમાં લાખોના ચીટીંગ કેસમાં પકડાયેલ બંને આરોપીઓનો બાબરા પોલીસે કબ્જો લીધો હતો.

મોરબીમાં વિશ્વાસઘાત કરીને જૂની નવી કાર લે વેચના નામે ૨૭.૩૦ લાખની ચીટીંગ કરનાર આરોપી પ્રદીપ શાંતિલાલ ભટ્ટ અને જય મુકેશ સેજપાલ એ બંને આરોપી સામે ગુન્હો નોંધાયા બાદ એસઓજી ટીમે આરોપીઓને દબોચી લીધા હતા અને સઘન પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી વેગનઆર કાર નંબર જીજે ૦૧ કેજે ૭૫૬૪ કીમત ૨ લાખ અને XUV કાર નંબર જીજે ૦૩ ઈએલ ૪૯૧૪ કીમત રૂ ૫ લાખ એમ બે કાર સહિત ૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મંજુર થયા હતા જે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ બાબરા ટાઉનમાં રહેતા કમલેશગીરી હિમતગીરી ગોસાઈ સાથે રૂ ૧,૯૫,૦૦૦ ની છેતરપીંડી આચરી હોવાની કબુલાત આપી હતી તો આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અમરેલી જીલ્લાની બાબરા ટાઉન પોલીસે બંને આરોપીનો કબજો મેળવ્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:01 pm IST)