Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

હળવદમાં આર્મીનો પેરામોટર નિહાળવા મેદની ઉમટી

હળવદના શ્રી હરિકૃષ્ણધામમાં આર્મીનું પેરામોટર નિહાળવા જનમેદની ઉમટી હતી.ભારતીય આર્મીએ ભુજથી મહારાષ્ટ્રના સિકંરાબાદ સુધીની પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડયું છે.

 આ અભિયાન ૧૪ ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારે ઈન્ડિયન આર્મીનું પેરામોટર અભિયાન હળવદના શ્રી હરિકૃષ્ણધામ ખાતે આવી પહોંચ્યું હતું.જયાં મંદિરના પૂજ્ય મંત્રપ્રકાશ દાસજી સ્વામી અને પૂજ્ય વિશ્વવંદન દાસજી સ્વામી દ્વારા તેમનું ફુલહાર સાથે સ્વાગત કરાયું હતું અને આ વેળાએ આર્મીના જવાનોએ ઉપસ્થિત સૌ બાળકો સહિત લોકોને પેરામોટરનું કર્તબ દર્શાવ્યું હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ પેરામોટરની ઉડાનનો નજારો નિહાળ્યો હતો

 

(2:31 pm IST)