Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

જસદણ ચૂંટણીમાં 29658 મતદારો વધ્યા :કુલ 232116 મતદારો ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલોઃ

જસદણ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અન્વયે કુલ ૨૩૨૧૧૬ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ૨૦મી ડિસેમ્બરે મતદાન યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આ બેઠકમાં ૨૦૨૪૫૮ મતદારો નોંધાયા હતા. આમ ૬ વર્ષમાં આ બેઠકમાં ૨૯૬૫૮ મતદારોનો વધારો થયો છે.

જસદણ વિધાનસભા મત વિસ્તારની ડિસેમ્બર -૨૦૧૭ના યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૨૦૪૮૬ પુરૂષ મતદારો, ૧૦૮૨૪૭ સ્ત્રી મતદારો મળી કુલ ૨૨૮૭૩૩ મતદારો નોંધાયા હતા. એક વર્ષમાં આ મત વિસ્તારમાં ૩૩૮૩ મતદારોનો વધારો થયો છે. તેમાં ૧૬૯૪ પુરૂષ મતદારો જ્યારે ૧૬૮૯ સ્ત્રી મતદારોનો વધારો થયો છે.

(12:35 pm IST)