Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પ્રભાસ પાટણમાં ગૌપુષ્ટિ ભાગવત કથાનો પ્રારંભ

 પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણ-સોમનાથ મુકામે તા.૩ થી તા.૯ સુધી યોજાયેલ શ્રી ગૌ સેવા યુવક મિત્ર મંડળ દ્વારા શ્રી ગૌ પુષ્ટિ ભાગવત કથામાં કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રા યોજાયેલ હતી. આ પોથીયાત્રામાં ગૌ સેવા યુવક મિત્ર મંડળના યુવાનો તેમજ બહેનો અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપેલ હતી અને પોથીયાત્રા બાદ કથાનો પ્રારંભ થયેલ. શ્રી ગૌ પુષ્ટિ ભાગવત કથામાં ગૌ ચરિત્ર અને કૃષ્ણ કથામૃતમાં વ્યાસસ્થાને ગૌ શાળા માટે નિઃશુલ્ક કથા કરનાર જુનાગઢ નિવાસી શ્રી રવિભાઇ દવે (મોલપરી વાળા) કથા કરી રહેલ છે. આ કથામાં પધારવા સર્વગૌભકતોને અપીલ કરાઇછે. તસ્વીરમાં પોથીયાત્રામાં જોડાયેલ બહેનો નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(12:11 pm IST)