Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સોમનાથ દાદાનાં સાનિધ્યમાં ડોડીયા પરિવાર દ્વારા ૯મીથી ભાગવત સપ્તાહ

પ્રભાસ પાટણ તા.૫: સોમનાથ દાદાના સાનિધ્યમાં પ્રભાસ પાટણ મુકામે આવેલ હાઇવે રોડની બાજુમાં બિલ્વ વનમાં આવેલ શ્રી રણસિંહજી દાદાની જગ્યામાં શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમસ્ત ડોડીયા પરિવાર દ્વારા શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથાનો પ્રાર઼ભ તા.૯ થી થશે કથા વિરામ તા. ૧૫નાં રોજ થશે. કથાનો સમય ૯ થી ૧ ભોજન પ્રસાદ બપોરે ૧.૧૫ કલાકે રાખેલ છે.

કથા પ્રારંભે તા.૯નાં રોજ પોથીયાત્રા કાઢવામાં આવશે. સોમનાથ દાદાનાં મંદિરથી રણસિંહજી દાદા સુરાપુરા દાદાની જગ્યા સુધી નિકળશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોમાં તા. ૧૧નાં રોજ શ્રી નૃસિંહ જન્મ, તા. ૧૨ શ્રી વામન જન્મ, તા.૧૩ શ્રી રામ જન્મ, તા.૧૩-૧૨-૧૮ શ્રી કૃષ્ણ જન્મ, તા.૧૪ રૂક્ષ્મણી વિવાહ, તા.૧૫ શ્રી સુદામા ચરિત્ર તેમજ શ્રી પિતૃ નારાયણ યજ્ઞ-ભાવાંજલી તા. ૧૬નાં રોજ થશેે.

કથા અનુસંધાને યુવાનોની બાઇકરેલી તા. ૯નાં સવારે ૮ કલાકે આર.ટી.ઓ. ગ્રાઉન્ડ વેરાવળથી સોમનાથ મંદિર થઇને શ્રીરણસિંહજી દાદાના સાનિધ્ય સુધી તેમજ સોમનાથ દાદાને ધ્વજા રોહણ  ૯.૩૦ કલાકે ડોડીયાપરિવાર દ્વારા કરવામાં આવશે.

ભાવગત કથાનાં વકતા શ્રી કાલભૈરવપદ પાણીતાણા વાળા શ્રીરમેશભાઇ શુકલ છે. તેઓ પોતાની આગવી શૈલીમાં સંગીતમય કથા રસપાન કરાવશે.

તેમજ કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં તા.૯નાં ધૂનમંડળ-કાન ગોપી રાસ, તા.૧૦નાં અશ્વિનજોષી દ્વારા મા-બાપને ભૂલશો નહી, તા.૧૧નાં દેવાયતભાઇ ખવડ, રાજાભાઇ ગઢવી, દમયંતિબેન ચૌહાણ, સચીનભાઇ બારોટ, તા.૧૨નાં પૂનમબેન ગોંડલીયા અને ગ્રુપ  તેમજ બાટવા રાજપૂત રાસ મંડળી દ્વારા દાંડીયા, તા.૧૩નાં સંગીતાબેન લાબડીયા અને ગ્રુપ, તા.૧૪નાં જીતુદાદા અને ગ્રુપ આ રાત્રીનાં કાર્યક્રમ ૯ થી ૧ સુધી રહેશે. તો આ ભાવવત કથા અને રાત્રીનાં કાર્યક્રમમાં સર્વ લોકોને હાજરી આપવાં ડોડીયા પરિવાર દ્વારા અપીલ કરાઇ છે.(૧.૩)

 

(12:09 pm IST)