Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કોટડાસાંગાણીના રામોદમાં વ્રજરાજ ફાર્મમાં સજીવ ખેતી યોજનાનો તાલીમ કાર્યક્રમ : અધિકારીઓ દ્વારા માર્ગદર્શન

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદમાં આવેલ વ્રજરાજ ફાર્મમાં સજીવ ખેતી માટે અનેકવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે અને અનેક ખેડૂતો ખેતી ક્ષેત્રે કરવામાં આવતા સંશોધન ઉપયોગ કરીને પાકનું સારૂ ઉત્પાદન કરીને અઢળક કમાણી પણ કરે છે ત્યારે રામોદના વ્રજરાજ ફાર્મ ખાતે તા.૨૩ના રોજ સજીવ ખેતી યોજનાનો તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સજીવ ખેતીનું લાઇવ ડેમોસ્ટ્રેશન તથા ખેતી વિષયક માહિતીની આપલે કરવામાં આવી હતી. રીઝીયોનલ કાઉન્સીલ ઓફ ઓર્ગેનિક ફાર્મીગ (આરસીઓએફ) ગાંધીના ડો.વી.વાય.દેવધરે ઓર્ગેનિક ફાર્મીંગ તથા પીજીએસ અંગેની માહિતી આપી હતી. વ્રજરાજ ફાર્મના રાજેશભાઇ ડાયાભાઇ નાણાણી, જયેશભાઇ ડાયાભાઇ નાથાણી, ઉપેન્દ્રભાઇ ડાયાભાઇ નાથાણી (મો.૯૯૦૯૨ ૮૨૧૭૦)એ સૌનું સ્વાગત કર્યુ હતુ. આ તકે આસિસ્ટન્ટ ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર, મદદનીશ ખેતી નિયામક એન.ડી.બાબરીયા, મદદનીશ ખેતી નિયામક શ્રીમતી જલ્પાબેન એસ.વેગડ, મદદનીશ ખેતી નિયામક એન.જી.રાતોમીયા, મદદનીશ ખેતી નિયામક પી.કે.તલાટી, બાગાયત અધિકારી મુકેશભાઇ બી.ગળથીયા, મદદનીશ ખેતી નિયામક  પી.પી.મારવાણી, એ.એલ.કોરડીયા, બાગાયત અધિકારી ફરહી એચ.હાલેપોતરા, બીટીએમ આત્માના બી.જી.કણજારીયા, બાગાયત ખાુ રાજકોટના પૂર્વ સં.બા.નિ.આર કે.કાથરોટીયા સહિત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર તથા કચ્છ જીલ્લાના ખેતીસવાડી ખાતા તથા બાગાયત ખાતાના અધિકારીઓ ગ્રામ સેવકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કોટડાસાંગાણી તાલુકાના રામોદના વ્રજરાજ ફાર્મ ખાતે વ્રજરાજ ફાર્મવાળા રાજેશભાઇ નાથાણી, જયેશભાઇ નાથાણી, ઉપેન્દ્રભાઇ નાથાણી સહિતનાએ માહિતી આપી હતી.

(11:59 am IST)