Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમિતભાઇ શાહનું રાત્રે સોમનાથમાં આગમન

રાત્રી રોકાણ કરીને કાલે સવારે સોમનાથ મહાદેવનું પૂજન-અર્ચન કરશેઃ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન

વેરાવળ-પ્રભાસ પાટણ તા.પ : શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે રાત્રીનાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ આવી રહયા છે. તેઓ શ્રી રાત્રી રોકાણ સોમનાથમાં કરશે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શનાર્થે અને ટ્રસ્ટ દ્વારા યાત્રી સેવાના વિકાસના ભૂમિપૂજન માટે બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ આવી રહ્યાં છે. તેની તમામ તૈયારીઓ આ તીર્થધામમાં થઇ રહી છે.

શ્રી અમિતભાઇ શાહ આજે બૂધવારે રાત્રે સોમનાથ ખાતે રોકાણ કરી કાલે ગુરૂવારે ટ્રસ્ટ આયોજિત વિકાસ કાર્યના ભૂમિપૂજનમાં ભાગ લેનાર છે.

દેશના ત્રણ રાજયોની ચૂંટણી પૂર્ણ થઇ છે. અને બે રાજયોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રચાર કાર્ય પૂર્ણ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ શ્રી સોમનાથ આવી રહ્યાં છે. શ્રી અમિતભાઇ શાહના સોમનાથ આગમન થયા બાદ સીધા મહાદેવના દર્શન-પૂજન-અર્ચન કરી રાત્રી રોકાણ કરશે. જયારે ગુરૂવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોક ધામના માર્ગ પર તૈયાર થનાર યાત્રી પથ-વેનું ભૂમિપૂજન શ્રી અમિતભાઇ શાહના હસ્તે થશે. અમિતભાઇ શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હોઇ જેથી તેમના હસ્તે યાત્રી પથ-વેનું ભૂમિપૂજન પણ યોજાશે. આ પ્રસંગે ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરી સહિત સૌ ઉપસ્થિત રહેનાર છે. પ્રત્યેક રાજયોમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ અમિતભાઇ શાહ સોમનાથ દર્શન કરે છે.

(11:57 am IST)