Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઓખા કેન્દ્રીય વિદ્યાલય વાર્ષિક ખેલકુદ દિવસ-૨૦૧૮ની ઉત્સાહભેર થયેલ ઉજવણી :

નોૈ સેના કમાન્ડો કેપ્ટન સી. સુરેશે મશાલ પ્રગટાવી સમારોહનો શુભ પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વિદ્યાલય ઓખામાં વાર્ષિક ખેલકુદ સમરોહ-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલયના મેદાનને સુંદર સજાવવામાં આવ્યું હતું. આ સમારોહના મુખ્ય અતિથી વિદ્યાલય પ્રબંધક અધ્યક્ષ ભારતીય નોૈસેના દ્વારકાના કમાન્ડર અધિકારી કેપ્ટન સી. સુરેશ રહયા હતા. તેમની સાથે તેમના ધર્મપત્ની અને ભારતીય નોૈસેનાના વિવિધ પદાધિકારીઓ તથા ઓખા વેપારી અગ્રણીય શ્રી મનસુખભાઇ બારાઇ ખાસ ઉપસ્થિત રહી મશાલ પ્રગટાવી આ સમારંભનો શુભ પ્રારંભ કર્યો હતો. ખેલકુદનો પ્રારંભ ડબલ ડ્રીલ અને લેજીક ડ્રીલના પ્રદર્શન કરી વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિ રજુ કરી હતી. શારીરિક ખેલકુદનો પ્રારંભ ધો. ૧ના નાના ભુલકાઓએ ચોકલેટ દોડથી કરી હતી. ત્યારબાદ વિદ્યાલયના સર્વે વિદ્યાર્થીઓ દ્વારા જુદી-જુદી સમૂહ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વાલીઓ માટે લીંબુ દોડ અને રસ્સાખેંચ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવેલ. અને છેલ્લે મુખ્ય અતિથી મહોદય તથા અગ્રણીયોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. અને સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓને આ સફળ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. અને વિદ્યાર્થીઓને ભણતર સાથે ખેલકુદમાં રૂચી રાખવા અનુરોધ કર્યો હતો.

(11:57 am IST)