Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ગોંડલની સરકારી હોસ્પિટલમાં એમ.ડી. ડોકટરની નિમણૂંક કરવા માંગણી

દેવચડી, તા. ૫ :. રાજકોટ જીલ્લા બક્ષીપંચ (ઓ.બી.સી.)ના મહામંત્રી અને ગોંડલ તાલુકા પેન્શનર સમાજના ઉપપ્રમુખ નારણભાઈ આહીર-દેવચડીએ જણાવ્યુ છે કે, ગોંડલમાં અદ્યતન સરકારી હોસ્પીટલ છે. જેનો ગોંડલ, જેતપુર, કંડોરણા, વડીયા, જસદણ, કોટડાસાંગાણી, લોધીકા વગેરે તાલુકાના અનેક ગામોનાં દર્દીઓ અને કર્મચારીઓ લાભ લ્યે છે.

આ હોસ્પીટલમાં એમ.ડી. ડોકટર નહી હોવાથી કેટલાક હૃદયરોગના દર્દીઓ તેમજ એમ.ડી. ડોકટરને ફરજમાં આવતા દર્દીઓને નાછુટકે રાજકોટ યા અન્ય સ્થળે મોકલવા પડે છે.

આર્થિક નબળા દર્દીઓ તથા સિનીયર સીટીજન તેમજ કર્મચારી ગણ રાજકોટ દૂર હોવાથી જઈ શકતા નથી પરિણામે દૂરના તાલુકાના દૂરના ગામોથી ગોંડલ આવે અને ગોંડલથી રાજકોટ જવાનું કહેતા દર્દી આર્થિક સ્થિતિના કારણે નહિ જઈ શકતા મૃત્યુને ભેટે અથવા પરત ફરે... હૃદયરોગના દર્દીઓને એમ.ડી. ડોકટર સરકારી કર્મચારીને દવા લખી આપે તો જ કર્મચારીઓને દવા બીલ મળે. લોકો અને કર્મચારી ગણ એમ તમામ જનતાન હિતમાં ગોંડલ સરકારી હોસ્પીટલમાં એમ.ડી. ડોકટરની તાત્કાલીક અસરથી નિમણૂક થાય અથવા અન્ય સ્થળેથી ગોંડલ મુકવામાં આવે તેવી રજૂઆતો - માંગણીઓ થઈ છે.(૨-૫)

 

(10:46 am IST)