Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

લોધીકામાં પાંચમા માળેથી પટકાતાં મોહિત ભટ્ટીને ગંભીર ઇજાઓ

ઉંઘી રહેલી પત્નિને દેકારો થતાં બનાવની જાણ થઇઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૫: લોધીકામાં ચીભડા રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતો મુળ પંજાબનો મોહિત રાજુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) રાત્રીના સાડા બારેક વાગ્યે પોતાના રહેણાંક એપાર્ટમેન્ટના પાંચમા માળની બાલ્કનીમાંથી પડી જતાં હાથ-પગ, શરીરમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર  માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.મોહિત રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર છે. તેના પત્નિ જાનવીબેનના કહેવા મુજબ રાત્રીના પોતે  ઉંઘતી હતી ત્યારે દેકારો થતાં જાગી જતાં નીચે લોકો ભેગા થયા હોઇ અને ૧૦૮ આવી હોઇ પતિ પડી ગયાની જાણ થઇ હતી. રાત્રીના તે બાલ્કનીમાં ટહેલવા જતાં અકસ્માતે પડી ગયાની શકયતા છે. લોધીકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)