Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કેશોદમાં જન અધિકાર મંચનાં પ્રમુખ પ્રવિણ રામની આગેવાનીમાં ૧૧મીએ કિશાન વેદના રેલી-સંમેલન

કેશોદ, તા.૫: કેશોદમાંઙ્ગ આગામી ૧૧ તારીખના રોજઙ્ગ જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામની આગેવાનીમાં તમામ ખેડૂત આગેવાનોને સાથે રાખીનેઙ્ગ કિશાન વેદના રેલી અને સંમેલન આયોજન થયેલ છે.

પૂર્ણ પાક વીમો મળે, નુકશાની નું યોગ્ય વળતર મળે અને ત્વરિત દ્યાસચારો આપવામાં આવે એ માંગણી સાથે યોજાશે કિશાન વેદના રેલી - સમેલન

તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી સુધી નીકળશે બળદગાડા અને ટ્રેકટર અને બાઈક સાથે રેલી,આ રેલીમાં કેશોદ માંગરોળ સહિત આજુબાજુ વિસ્તાર ના સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાશે.

તાજેતરમાં કમોસમી વરસાદ પડતા ગુજરાતના મોટા ભાગના ખેડૂતો પાયમાલ બન્યા છે, તમામ પાક નિષ્ફળઙ્ગ ગયો છે અને સાથે સાથે દ્યાસચારો પણ કોહવાઈ ગયો છે ત્યારે જગતનો નાથ જગતના તાત પર રૂઠ્યો છે ત્યારે ખેડૂતો સરકાર અને વીમા કંપની પાસે આશા રાખીને બેઠા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય જાહેરાત કરવામાં આવી નથી અને સરકાર દ્વારા નુકશાની ની ફરિયાદ નોધાવવા માટે ૭૨ કલાક નો સમય આપવામાં આવ્યો હતો અને એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ નંબરમાં મોટા ભાગે ફોન જ લાગતો નથી અને લાગે તો પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી ત્યારે ગઈ કાલે આંદોલનકારી પ્રવીણ રામ દ્વારા કેશોદ અને માંગરોળ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુલાકાત બાદ સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો તેમજ આ મુલાકાતમાં કિશાન સંદ્યના ગોવિંદભાઈ સોચા પણ જોડાયા હતા તેમજ કેવદ્રા ખાતે ખેડૂત પુત્ર હિત રક્ષકના હોદેદારો સાથે પણ વાર્તાલાપ થયો હતો અને ત્યારબાદ ખેડૂતો ની લોકલાગણીને ધ્યાનમાં લઈ ખેડૂતોના હિત માટે આગામી પ્રોગ્રામો ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

ખેડૂતો વિમાકંપની ને પાકવીમો માટે પ્રીમિયમ તો ભરે છે પરંતુ અત્યારે જયારે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીમા કંપનીએ ખેડૂતોને પૂરો પાક વિમો આપવો જોઈએ,ખેડૂતોને નુકશાની નું ત્વરિત યોગ્ય વળતર આપવું જોઈએ અને પશુઓ માટે તાત્કાલિક દ્યાસચારો પૂરો પાડવો જોઈએ આ તમામ માંગણીઓને લઈનેઙ્ગ આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં ૧૧ તારીખ અને સોમવારના રોજ સવારે ૧૧ વાગે કેશોદ તાલુકા પંચાયત થી મામલતદાર કચેરી સુધી બળદગાડા, ટ્રેકટર, બાઈક અને કાર સાથે ખેડૂતો એમની પરંપરાગત વેશભૂષામાં કિશાન વેદના રેલી અને સમેલન નું આયોજન કરશે. ત્યારબાદ ગુજરાતના તમામ ખેડૂતોની માંગણીઓને લઈને મુખ્યમંત્રીશ્રીને મામલતદાર મારફત આવેદનપત્ર પણ આપવામાં આવશે તેમજ આ રેલી અને સમેલનમાં કેશોદ, માંગરોળ તાલુકાના અને સૌરાષ્ટ્રના ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.

(1:10 pm IST)