Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગોંડલ લીલાપીઠમાં આવેલ પ્રાચિન શીતળા માતાજી મંદિરની હાલત બદતર ભગવત ગાર્ડનનાં નવ નિર્માણથી મંદિર પરિસરમાં ગૌમાતાનો અડિંગો

ગોંડલ.તા.૫: ગોંડલમાં શહેરની વચ્ચોવચ પાલિકા તંત્ર દ્વારા ભગવત ગાર્ડન નું નવનિર્માણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે પરંતુ આ ગાર્ડન પાછળ લાખો રૂપિયા નો ખર્ચ કરીને શહેરની આમ જનતા ને વધુ એક ગાર્ડન હરવા ફરવા માટે તેમજ નાના બાળકો ને કિલોલ કરવા માટે બાળકો ના રમત ગમતના સાધનો ની શોભા વધારી ને કામ હાલ ગોકળ ગતિ એ ઙ્ગચાલુ હોય ત્યારે પ્રાચીન મંદિર ગાર્ડન ની સીમા થી બહાર રાખતા શીતળા માતાજી ના ભાવિકો માં ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાની પ્રબુદ્ઘ નાગરિકોમાં ચર્ચા નું કેન્દ્ર બનવા પામ્યું છે.

ગોંડલ શહેરની વચ્ચોવચ્ચ પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કોલેજ ચોક પાસે આવેલ મહારાજા સર ભગવત સિંહજીની પ્રતિમા ફરતે લીલાપીઠ ની અંદર ભગવત ગાર્ડન નું નવનિર્માણ આકાર લઈ રહયું છે ત્યારે આ ગાર્ડનની સીમાની પાસે અતિ પ્રાચીન દ્રવિદઢબના ઘાટનું શીતળા માતાજી નું મંદિર આવેલ હોય જેમની હાલત અત્યંત બદતર થવા પામી છે મોટા ભાગે આવા ઢબ ના મંદિર ઓરિસ્સા જેવા શહેરોમાં જોવા મળતા હોય છે જયારે આ મંદિર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળતું ન હોય જેથી આ પ્રાચીન મંદિરની જાળવણી કરવી પણ જરૂરી બની છે જયારે તંત્ર દ્વારા આ મંદિર ની અવગણના અને ગાર્ડન ની સીમા ની બહાર રાખતા ભકતો જનોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે તો બીજીબાજુ પવિત્ર શ્રવણ માસ માં શીતળા સાતમની ખુબજ મહત્વ છે ત્યારે પ્રાચીન શીતળા માતાજી ના મંદિરે વહેલી સવારથી જ મહીલા ભાવિકોની ખાસ્સી ભીડ જોવા મળે છે શીતળા માતાજી નું આ મંદિર અતિ પ્રાચીન હોવાનું કહેવાય છે ત્યારે આ મંદિર નું નિર્માણ ગોંડલ ના પ્રજા વત્સલ મહારાજા સર ભગવત સિંહજી એ કરાવેલ છે આ મંદિરની સાથે અનેક ધાર્મિક માન્યતા ઓ જોડાયેલી હોય જેથી શીતળા સાતમના દિવસે મોટા ભાગે નાના સંતાનો વાળી મહિલાઓ પોતાના બાળકો ની તંદુરસ્તી નિરોગી રહે તે માટે પૂજન અર્ચન પણ આ દિવસે કરતા હોય છે ત્યારે આ મંદિરની હાલત ભગવત ગાર્ડન ને લઇ ને અતિ બદતર બનવા પામી છે. ત્યારે આ પ્રાચીન મંદિર નામ શેષ થાય તે પહેલાં ગાર્ડનની હદમાં સમાવી લેવું જરૂરી બનવા પામ્યું છે.જેથી પ્રાચીન સંસ્કૃતિ જાળવી શકાય અને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે પાલિકા તંત્ર દ્વારા એ તરફ પગલાં ભરવા પણ જરૂરી બનવા પામ્યા છે.

(11:56 am IST)
  • CBSE બોર્ડ ધો.10 તથા 12 પરીક્ષા 15 ફેબ્રુ 2020 થી શરૂ : માર્ચ આખર સુધીમાં પુરી થઇ જશે : મે મહિનાની 2 તથા 6 તારીખે જાહેર થનારા પરિણામ ઓનલાઇન મેળવી શકાશે : બોર્ડની વેબસાઈટ ઉપર મુકાયેલી માહિતી access_time 8:06 pm IST

  • સાંજે કચ્છમાં મોસમનો મિજાજ બદલાયો : મહા વાવાઝોડાની ઈફેક્ટ શરુ થઇ હોય તેમ લખપત, દયાપરમાં એક કલાકમાં તોફાની બે ઇંચ વરસાદ ખાબક્યો : આ લખાય છે ત્યારે સાંજે 5 વાગ્યે વરસાદ ચાલુ છે : ધોમધખતા તાપને બદલે વાદળછાયું વાતાવરણ access_time 7:12 pm IST

  • હિરાસર એરપોર્ટ માટે ખાસ જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ એવીએશનના બૂંદેલા રાજકોટમાં: કલેકટર સાથે સમીક્ષા બેઠક... એરપોર્ટની તમામ જમીન સંપાદિતઃ શકિત સિમેન્ટે પણ સહમતિ દર્શાવી... આ સામે ખેડૂત એસએસઆરડીમાં ગયા હોય.. એસએસઆરડીના હુકમ બાદ ૨૦ હજાર ચો.મી.નું વળતર ૩૦૦ લેખે ચૂકવાશેઃ ડીઆઈએલઆરના અધિકારી ધોકીયાએ પણ માપણી અંગે કલેકટરને વિગતો આપીઃ સરકારે હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદન અંગે કુલ ૯૪ કરોડ છૂટા કર્યા છે access_time 3:32 pm IST