Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બગસરામાં પૂ. જલારામબાપા જન્મ જયંતિની ઉજવણી

બગસરાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જલારામ બાપાનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું તું તેમજ બપોરના ૧ર કલાકે ગં.સ્વ. મંગળાબેન અમૃતલાલ મસરાણી તેમજ નવીનભાઇ, દીપકભાઇ, સંજયભાઇ, ભાવેશભાઇ, હાર્દિકભાઇ, વૈભવભાઇના સહયોગથી સાધુ ભોજન તેમજ પૂ. બાપાની વર્ણાગીમાં પ્રસાદ તેમજ અન્નકુટ ધરવામાં આવ્યો હતો. તેમજ બપોર બાદ ૪ કલાકે લોહાણા સમાજની હાજરીમાં પૂ. બાપાની વર્ણાગી શહેરના મુખ્ય માર્ગે કુંકાવાવ નાકા, સ્ટેશન રોડ, વિજય ચોક પરથી પસાર કરવામાં આવી હતી. ડી.જે.નો સહયોગ રાજનભાઇ ખીરેયાએ કર્યો બાપાને ફુલહારનો સહયોગ ગોૈ.વા. ધીરજલાલ ખીરેયા તેમજ બગીના સહયોગી અજયભાઇ સાગલાણી હતા તથા સાંજના સાત કલાકે પૂ. બાપાની મહાઆરતી કરવામાં આવી અને કક કાપવામાં આવી હતી. રાત્રીના ૮ કલાકે ગો.વા. ભાનુબેન હરીલાલ વડેરા હ. મનુભાઇ, અરવિંદભાઇ દ્વારા રઘુવંશી સમાજ તેમજ પધારેલા મહેમાનો એકી સાથે પ્રસાદ લીધો હતો. લોહાણા સમાજના નાના મોટા વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં જોડાયા હતા તેમ લોહાણા સમાજના પ્રમુખ ભીખુભાઇ સેજપાલની યાદીમાં જણાવેલ છે. (તસ્વીર-અહેવાલ : સમીર વિરાણી-બગસરા)

(11:53 am IST)