Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મોરબીની કલેકટર કચેરી રોડ પર બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગણી

મોરબી,તા.૫: શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે તો બીજી તરફ અનેક વિસ્તારમાં ૨૪ કલાક લાઈટો ચાલુ હોય અને વીજળીનો વ્યય કરવામાં આવે છે ત્યારે શહેરના અન્ય વિસ્તારોની સાથે કલેકટર કચેરી રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોય જેથી આ મામલે વોર્ડના કાઉન્સિલર દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના વોર્ડ નં ૦૪ ના મહિલા કાઉન્સિલર જશવંતીબેન શીરોહિયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શીરોહિયા દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શોભેશ્વર મેઈન રોડ જીલ્લા સેવાસદન રોડની નટરાજ બાપા સીતારામ ચોકથી નજરબાગ રેલ્વે સ્ટેશન સુધી તમામ લાઈટ બંધ છે પોસ્ટ ઓફીસથી કલેકટર કચેરી સુધીની ૮૦ ટકા લાઈટો પણ બંધ છે જે ચાલુ કરાવવા માટે તાત્કાલિક હુકમ કરવા અને ચીફ ઓફિસર, રોશની વિભાગ તેમજ કોન્ટ્રાકટરને જરૂરી સૂચનાઓ આપવાની માંગ કરાઈ છે.

(11:53 am IST)