Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જામનગરમાં હકુભાએ વૃધ્ધ વડીલો તથા પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિવાળી ઉજવી

જામનગર : રાજય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા (હકુભા) તેમના પરિવાર સાથે જામ રણજીતસિંહજી વૃધ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વૃધ્ધોની સાથે પરિવારજનોની જેમ દિવાળીનો ઉત્સવ ઉજવ્યો હતો અને વર્ષોની પરંપરા ચાલુ રાખી હતી. રણજીતસિંહજી નિરાધાર વૃધ્ધાશ્રમ ખાતે તેના પરિવાર સાથે દિવાળીની રાત્રે દિવાળીના પર્વની ઉજવણી કરવા પહોચ્યા હતા. જયા વૃધ્ધો સાથે દિવાળીના પર્વો ઉપર વિવિધ ફટાકડાની આતશબાજી કરી હતી તેમજ આ તહેવાર ઉપર વૃધ્ધોને મિઠાઇ આપીને મીઠા મો કરાવ્યા હતા સાથે હકુભા જાડેજા અને તેમના ધર્મપત્નીએ પોતાના માતૃશ્રીની યાદો વાગોડી હતી. વૃધ્ધાશ્રમના વડીલો દ્વારા ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા (હકુભા) અને તેમના પરિવારજનોને આશિર્વચન આપ્યા હતા. કોર્પોરેટર પ્રફુલાબા જાડેજા અને તેમનો પુત્ર જગદીશસિંહ જાડેજા આ સતકાર્યમાં સાથે જોડાયા હતા. સંસ્થાના ટ્રસ્ટી નવીનભાઇ વ્યાસ દ્વારા વૃધ્ધોના ભોજન અનાજ કરિયાણાની ચીજ વસ્તુઓનુ અનુદાન કરાયુ હતુ. દિવાળીની રાત્રે અંધજન તાલીમ કેન્દ્ર ખાતે રાજયકક્ષા મંત્રી હકુભા જાડેજા અને તેમના પરિવારજનોએ પ્રજ્ઞાચક્ષુ યુવાનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રજ્ઞાચક્ષુઓની સાથે ફટાકડા ફોડી દિવાળીના ઉત્સવ ઉજવ્યો હતો સાથે આ અંધજન તાલીમ કેન્દ્રના પ્રકાશભાઇ મકોડી તથા નેત્રહીન ભાઇઓને નવા વર્ષની શુભકામના સાથે મો મીઠા કરાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ દિવાળીની રાત્રે પોતાના પરિવાર સાથે વૃધ્ધો તથા પ્રજ્ઞાચક્ષુ સાથે પવિત્ર તહેવારની ઉજવણી કરી તે તસ્વીર.

(11:51 am IST)