Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કુદરતી આફતના માર સામે રણના અગરીયા પરિવાર હજુ પણ અડગ : રણ છોડવા તૈયાર નથી

કચ્છના રણમાં ૨૦ લાખ ટન મીઠુ અગરીયા એકત્ર કરે છે છતા સરકાર પાસે અગરીયા પરિવારની પુરતી માહીતી પણ નથી કે નથી કોઇ સહાય મળતી

વઢવાણ તા ૫  : સુરેન્દ્રનગર જીલલામાં કારતક માસમાં અષાઢી  માહોલ જેવો માહોલ છવાઇ ગયો છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ઉપર, ધરતી પુત્રો ઉપર કુદરતી આફત ત્રાટકી રહી છે ત્યારે ધરતીપુત્ર પાયમાલ અને વગડામાં વાવતેર જોઇને જયારે નિસાસો મેલી રહયા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના રણમાં અગર માટે કામગીરી કરતા અગરીયા પરિવાર જનોના મકાનો રણમાં ભરાયેલા પાણી અને ઝુપડાઓમાં પણ જયારે પાણી ભરાઇ ગયા છે, આમછતાં પણ અગરના આ અગરીયા રણછોડવા અને ગામમાં પરત આવવા માટે હાલમાં તૈયાર ન થતા હોવાનું જાણવા મળી રહયું છે.

મોટાભાગના અગરીયા રણમાંજ રહી અને હાલમાં માવઠાનો સામનો કરી રહ્યા  હોવાનું હાલ જાણવા મળી રહયું છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ખારાગોઢા ગામથી પચ્ચીસ કીલમીટર દુર સતનારાયણના રણમાં કુવો ખોદતા સમયે ગેસ ગળતર થતા અગરીયાને ગુંગણામણ થતાં તાત્કાલીક, તેને પરત લાવી અને હવામાનમાં રખાતા જાનહાની ટળી હતી.

કચ્છના આ નાના રણમાં વીસ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન આ અગરીયાના પરીવારજનો કરે છે, છતાં સરકાર પાસે આજે પણ  અગરીયા અંગેના ચોક્કસ આંકડા સરકાર પાસે નથી. અગરીયાઓને સહાય આપવામાં સરકાર નિષ્ફળ રહેલી છે. અનેક અગરીયા રણમાં પાણી ભરાયા હોવા છતાં આફતનો સામનો કરી રણછોડવા તૈયાર થતા ન હોવાનું હાલમાં જાણવા મળી રહયું છે.

(11:49 am IST)