Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ભાણવડમાં ઠેર-ઠેર ઉભરાતી ભુગર્ભ ગટરની કુંડી : ગંદકી મચ્છરોનો ઉપદ્રવ : ઘેર ઘેર માંદગી

ભાણવડ તા ૫  :  છેલ્લા બે માસ કરતા વધુ સમયથી રોગચાળાએ અજગરી ભરડઢી લીધો છે અને કુદરતી વાતાવરણની અંસુલનતા ઉપરાંત પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાની ઘોર બેદરકારીને કારણે દિવાળી મહાપર્વમાં હોસ્પીટલો અને લેબોરેટરીઓની લાઇનોમાં કાઢવાનો વારો આવ્યો છે.

હાલ સમગ્ર રાજયમાં ડેંગ્યુ, મેલેરીયા,ચીકનગુનિયા સહિતની બિમારીઓએ લોકોની દશા ખરાબ કરી નાખી છે અને નાના ગામડાથી માંડીને મેગા સીટીઓના સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ભરચક જોવા મળી  રહ્યા છે. મહદ અંશે કુદરતી વાતાવરણમાં સર્જાયેલી અંસતુલનતાને કારણે રોગચાળાએ માઝા મુકી છે, પરંતુ ભાણવડમાં કુદરતી વાતાવરણની સાથે સાથે લોકોને માંદગીના ખાટલે સપડાવવામાં શહેરમાં ટેર-ઠેર ગંદકી અને ભુગર્ભ ગટરોની ઉભરાતી કુંડીઓમાંથી વહેતા રહેતા ગંદા અને બદબુદાર પાણીને કારણે પણ રોગચાળાએ ભરડો લીધો છે. ભુગર્ભ ગટરની કામગીરીમૉ તંત્રએ કરેલા આંખ આડા કામને કરણે જયાં ત્યાં ભુગર્ભની કુંડીઓ ઉભરાઇ રહી છે. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીને કારણે ભુગર્ભની કુંડીઓ છલકાતી હોવાનું બહાનું કાઢી જવાબદાર તંત્રને લોકો સવાલ કરી રહયા છે કે, હવે જે વગર વરસાદે ભુગર્ભની કુંડીઓ ઉભરાઇ રહી છે તેને માટે કોણ દોષિત છે ? તે પ્રશ્ન છે.

શહેરમાં હાલ વિવિધ બિમારીઓને કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા છે, ત્યારે આરોગ્ય શાખા અને પાલિકાતંત્રની ઢીલી કામગીરી પણ એટલીજ જવાબદાર છે. શહેરમાં યોગ્ય સફાઇ કામગીરી અને દવાના અપુરતા છટકાવને કારણે બિમારી ફેલાવનારા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

(11:48 am IST)