Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

લોધીકા પંથકમાં માવઠાના કારણે ખેતીવાડીને વ્યાપક નુકશાન : વળતર ચુકવવા માંગણી

લોધીકા તા.પ : મહા વાવાઝોડાની અસરને લઇ લોધીકા પંથકમાં કમોસમી વરસાદ વરસતા મગફળી, કપાસ સહિતના પાકમાં વ્યાપક નુકશાન થયેલ છે.

લોધીકા પંથકના કિશાનોની અવદશા હોય તેમ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અપુરતા વરસાદને લઇ પાક નિષ્ફળ ગયેલ તો આ સાલ અતિવૃષ્ટિને લઇ પાકમાં નુકશાની આવેલ છે. તેમાં નવી મહા વાવાઝોડાની અસરને લઇ તા.રના સાંજના સમયે વરસાદ શરૂ થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ તથા મગફળીની કાપણીની કામગીરી ચાલતી હોય મગફળીના પાથરા પાણીમાં પલળી જતા તેમજ કપાસનો પાક પણ વરસાદ સાથેના પવનમાં ઢળી પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

આ બાબતે ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, લોધીકાના વિનુભાઇ ઘેટીયા, આંબાભાઇ રાખૈયા, સબળસિંહ જાડેજા વગેરેએ સરકાર દ્વારા તાત્કાલીક નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવા રજૂઆત કરેલ છે.

(11:47 am IST)