Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

'ખોડીયાર રમવા આવો' ગીત યુ-ટયુબ ઉપર રિલીઝ

વાંકાનેર તા.પ : રાજકોટના સ્ટુડીયો શિવ અને રસિક ખખ્ખર પ્રસ્તુત આઇશ્રી ખોડીયાર માતાજીનુ સૌથી પ્રખ્યાત ગીત ગરબો કોઇ તાંતણીયા ધરાથી તેડાવો મારી બેનુ રે ખોડીયાર રમવા આવો નું નવુ રીમેક ગીત યુ ટયુબ પર સ્ટુડીયો શિવ ચેનલ પર પ્રદર્શીત થયુ છે. જે શ્રી ભાવિનભાઇ ખખ્ખર દ્વારા બનાવેલ સુંદર મજાનું ખોડીયાર માતાજીનુ ગીત માં સ્વર અને અભિનય ડાંડીયા કવીન તરીકે જાણીતી ગાયીકા એૈશ્વર્યા મજમુદારે કંઠ આપ્યો છે.

ફકત આ ખોડીયાર માતાજીનુ ગીત સાત દિવસ  પહેલા જ રિલિઝ સ્ટુડીયો શિવે કરેલ જે આજે તા.૪-૧૧-૧૯ સુધીમાં એક લાખ ભાવિકોએ યુ ટયુબ પર અત્યારે ધૂમ મચાવી રહ્યુ છે આ ગીત યુટયુબ પર સ્ટુડીયો શિવ ચેનલ પર જોઇ શકાય છે.

(1:21 pm IST)