Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન -આવક વધી શકે : દેવવ્રતજી

ગુજરાત વિશે જોયુ અને જાણ્યુ હતુ તેના કરતા પણ વધારે સુંદર છેઃ ગુજરાત ઉપર ગવર્નરશ્રી આફ્રીનઃ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મહત્વની ભુમિકા ભજવશેઃ પરસોતમભાઇ રૂપાલા : કોટડાસાંગાણીના રામોદમાં ઉપેન્દ્રભાઇ, રાજેશભાઇ અને જયેશભાઇ નાથાણીના વ્રજરાજ ફાર્મ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સંવાદ શિબીર યોજાઇ

કોટડાસાંગાણી તાલુકાના રામોદમાં રાજેશભાઇ નાથાણી, ઉપેન્દ્રભાઇ નાથાણી, જયેશભાઇ નાથાણીનાં વ્રજરાજ ફાર્મ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં  અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાનસ ઉપસ્થિતમાં સુભાષ પાલેક ૨ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સંવાદ શિબીર યોજાઇ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ,તા.૫: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોના જાત અનુભવ અંગે રાજેશભાઇ નાથાણી ઉપેન્દ્રભાઇ નાથાણી અને જયેશભાઇ નાથાણીના વ્રજરાજ ફામ ખાતે  યોજાયેલી સંવાદ શિબિરમાં ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા ભારત સરકારના કૃષિ રાજયમંત્રીશ્રી પુરૂસોત્ત્।મભાઈ રૂપાલાએ હાજરી આપી હતી.

સંવાદ શિબિરમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિશે જોયું અને જાણ્યું હતું તેના કરતા પણ વધારે સુંદર છે.ગુજરાતના ખેડૂતને જળ સંચય દ્વારા પાણી મળતા તે સમગ્ર વિશ્વમાં પોતાનું કૌવત બતાવી રહ્યો છે. આ સમયે ગુજરાતનો ખેડૂત મજબુત બનીને સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ખેતિ કરતો થાય તો તેનું ઉત્પાદન અને આવક બે થી ત્રણ ગણી વધી શકે છે. પ્રાકૃતિક ખેતિમાં ગાયનું ખુબ જ મહત્વ છે. ગાયમાતાના ગૌ મુત્ર અને છાણમાં અખૂટ ઉત્પાદન શકિત છે તે રાસાયણિક ખાતરમાં નથી.

આ તકે રાજયપાલ શ્રી દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતિ અંગે સ્વઅનુભવો ખેડૂતો સાથે વાગોળ્યા હતા તથા પ્રાકૃતિક ખેતિ કરનારા તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને રૂબરુ મળીને તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

આ તકે ભારત સરકારશ્રીના કૃષિ રાજયમંત્રીશ્રી પુરૂસોત્ત્।મભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક ખેતિની પધ્ધતિ આપણને સૌને સારૂ સ્વાસ્થય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાકૃતિક ખેતિની પધ્ધતિ વડે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

સંવાદ શિબિરમાં ઉપસ્થિત અને પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ – સુરતના અગ્રણી અને પદ્મશ્રી સન્માન વિજેતા મથુરભાઈ સવાણીના ખેતરમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતિના વિવિધ વિભાગોની રાજયપાલશ્રી તથા મંત્રીશ્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી ડી.કે.સખીયા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી જયંતિભાઈ ઢોલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસિયા, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી જે.કે.જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, ખેડૂત અગ્રણીશ્રી પ્રફુલભાઈ સેંજલીયા તથા ખેડૂત ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોટડાસાંગાણીના રામોદમાં આવેલ ઉપેન્દ્રભાઇ નાથાણી, રાજેશભાઇ નાથાણી અને જયેશભાઇ નાથાણીના વ્રજરાજ ફાર્મ ખાતે સંવાદ શિબિરનું આયોજન મથુરભાઈ સવાણી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતના સૌજન્યથી કરવામાં આવ્યુ હતુ.

જેમા રાજયના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીમાં નવી ક્રાંતીનો પ્રારંભ કરે તેવા ઉદ્દેશથી આ શિબિરનુ આયોજન કરાયુ હતુ ગુજરાત ભરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતા. અને પ્રાકૃતિક ખેતીમાં થયેલ વિવિધ પાકો ઉપરના પોતાના જાત અનુભવો રજૂ કર્યા હતા. શીબીરમા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મંત્રી પરસોતમભાઇ રૂપાલા,જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતી ડો.એ.આર.પાઠક ખેડૂત આગેવાન પ્રફુલભાઇ સેંજલીયાની ઉપસ્થિતીમા સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. સૌ પ્રથમ મંત્રી અને રાજયપાલ દ્રારા આ ફાર્મની મુલાકાત કરાયા બાદ સંવાદ શીબીરમા રાજયપાલ દ્વારા ગૌમાતા આધારીત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય અને ઉપજ બમણી કરી શકાય તે માટેની ખાસ વાત કરી હતી. સાથેજ રાસાયણિક દવાઓથી ખેતીને થતા નુકશાનઅંગેની ખાસ સમજણ અપાઈ હતી. સાથેજ ઓર્ગેનિક ખેતીમા વિલાયતી ખાતર અને દવાઓની જરૂરીયાત ન હોવાથી ખર્ચ દ્યટે છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતીથી ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા નવી ક્રાંતીનો પ્રારંભ પુરા ગુજરાતમાં થાઈ તે અંગેના ખાસ સુચનો કરાયા હતા સાથેજ પ્રાકૃતિક પધ્ધતીથી ખેતી કરતા ખેડુતોનુ સન્માન પણ આ તકે કરાયુ હતુ

કાર્યક્રમમા કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે જીલ્લા અને તાલુકા તંત્ર તેમજ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા જાળવવામા આવી હતી.

(11:45 am IST)