Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ભાવનગરના આધારકાર્ડ સેન્ટરમાં તોડફોડ : કર્મચારીને માર પડયો

ભાવનગર તા.પ : ભાવનગરના ટાઉન હોલ ખાતે આવેલ આધારકાર્ડ સેન્ટરમાં કેટલાક શખ્સોએ તોડફોડ કરી કર્મચારીને માર મારતા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં

આવેલ છે

ભાવનગરના ટાઉનહોલમાં આવેલ આધારકાર્ડ માટેના સેન્ટરમાંં સવારના સમયે ત્રણથી ચાર જેટલા શખ્સોને તોડફોડ કરી અશ્વીનભાઇ બાબુભાઇ બાંભણીયા નામના કર્મચારી ઉપર હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

તોડફોડ અને હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત અશ્વીનભાઇને ૧૦૮ ઐમ્બ્યુલશન મારફત સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

આધારકાર્ડ માટેના સેન્ટરમાં અરજદારો સાથે અવાર-નવાર માથાકુટ થતી હોય કર્મચારીઓ દ્વારા પોલીસ રક્ષણની માંગણી પણ કરવામાં આવી છે.

(11:40 am IST)